Khokhra: લાખો લીટર પાણી ગણતરીની કેટલીક મિનિટોમાં જ ગટરમાં વેડફાયું, જાણો શું છે પુરી વિગત ?

Views: 190
0 0
Spread the love

Read Time:2 Minute, 18 Second
Khokhra:આજે વહેલી સવારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં પોલીસ સ્ટેશન પાસે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. ભંગાણ સર્જાતાની સાથે જ 20 ફૂટ ઊંચો પાણીનો ફુવારો ઉડયો હતો.તેને પગલે લાખો લિટર પાણી એક કલાક સુધી વેડફાયું હતું અને ગટરમાં વહી ગયું હતું.આના થોડા દિવસ પહેલા જ આજ રોડ પર ભુવો પડ્યો હતો અને હવે આ ઘટના સર્જાયા બાદ કોર્પોરેશનની કામગીરી પર અનેક સવાલો ઉભા થયી રહ્યા છે.

લાખો લીટર પાણી ગટરોમાં વેડફાયું
મણિનગર રેલવે ફાટકથી ખોખરા પોલીસ સ્ટેશન રોડ પર આજે વહેલી સવારે શહેરના પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. પાણીના સપ્લાય સાથે જ પાણી ની મુખ્ય લાઈનમા ધોધની જેમ ઉંચો ફુવારો ઉડતા લાખો લીટર પાણી સીધે સીધું ગટરોમાં વેડફાયું હતું.આ ઘટના સર્જાયા એના એક અઠવાડિયા પહેલા જ આજ જગ્યાએ ગટરના ચેમ્બર અને પાણીની લાઈન પાસે ભુવો પડતા રોડ બેસી ગયો હતો. તેના સમારકામ માટે લાખો રૂપિયા ખર્ચી સમારકામ કરાયું હતું. હવે ત્યાં જ પાણીની પાઇપલાઇન આજે તૂટી ગયી હતી.

પાણી પુરવઠા વિતરણ પર ભારે અસર પડી
આ સમગ્ર ઘટના મામલે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલને જાણ થતાં તેઓ તાત્કાલિક પાણીની લાઈનમાં ભંગાણ થયું તે સ્થળે પહોંચી ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ તેઓ દ્વારા અધિકારીઓને જાણ કરી પાણીનો સપ્લાય બંધ કરાવ્યો હતો. જો કે તે પહેલાં પાણીની લાઇન સદતર બંધ કરવામાં આવી ન હતી. જેને પગલે પાણી ધીમે ધીમે બહાર રોડ પર વેડફાઈ ગયું હતું. આ પીવાના પાણી લીકેજને લઈ ને હાલ સ્થાનિક વિસ્તારોમા પાણી પુરવઠા વિતરણ પર ભારે અસર જોવા મળી રહ્યી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed