Long Mustache:આ ઉમેદવાર આ વખતે મૂંછોને લઈને ધ્યાન ખેંચી રહ્યા છે. ઉમેદવારના નિશાના પર તેમની મૂંછોએ ખાસ્સું ધ્યાન ખેંચ્યું છે. આ ઝુંબેશમાં તેઓ જ્યાં પણ પહોંચે છે ત્યાં મૂછો હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે તેઓ અપક્ષમાંથી ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉભા રહ્યા છે.
આ ઉમેદવારનું નામ મગનભાઈ સોલંકી છે જેઓ હિંમતનગર વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. હવે તેઓ ઘરે-ઘરે પ્રચાર કરી રહ્યા છે. તેમની મૂંછોને જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. કારણ કે, તેમની મૂછો ઘણી લાંબી છે. આટલી લાંબી મૂંછો ધરાવતા ઉમેદવારની આ મૂંછો સૌ કોઈનું ધ્યાન ખેંચી રહી છે. અત્યારે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે મગનભાઈ પણ ચૂંટણીના જંગમાં જોવા મળી રહ્યા છે. સાબરકાંઠાની હિંમતનગર વિધાનસભા બેઠક માટે પ્રચાર કરી રહ્યા છે જે તેમની મૂછોથી ઓળખાવા લાગ્યા છે.
સેનામાં નિવૃતી બાદ રાજકારણાં જોડાયા
સેનામાં કેપ્ટન તરીકે નિવૃત્ત થયેલા મગનભાઈ સોલંકીને પોતાની મૂંછ પર ગર્વ છે. મગનભાઈ તેમની મૂંછો માટે પહેલા સેનામાં જાણીતા હતા હવે આ વિસ્તારમાં જાણીતા છે. કારણ કે તેમની મૂંછો 2.5 ફૂટ લાંબી છે.
તેમની મૂંછોને માવજત કરવામાં દરરોજ એક કલાક વિતાવે છે
મગનભાઈ સવારે પોતાની મૂંછોને માવજત કરવામાં એક કલાક વિતાવે છે આ માટે તેઓ પોતાની મૂંછોને શેમ્પૂથી ધોઈને ખાસ પ્રકારના તેલથી માલિશ પણ કરે છે અને લાંબી મૂંછોની માલિશ કર્યા પછી તેને પોતાના બંને ગાલ પર રાખે છે અને આમ તેમનો ચહેરો ભરાવદાર મૂંછોના કારણે પણ દેખાય છે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.