MAHARASHTRA:મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના હરિહરેશ્વર તટ પર ગુરુવારે વહેલી સવારે 8 વાગે દરિયામાંથી એક શંકાસ્પદ બોટ મળી આવી હતી , જે બોટમાં તાપસ કરતા ત્રણ AK-47 અને બુલેટ્સો મળી આવ્યા છે.પોલીસ કર્મીઓએ બોટ દોરડાંથી ખેંચીને દરિયામાંથી બહાર કાઢવામાં આવી હતી. આ બોટની તાપસ કરતા બોટની અંદર કાળા રંગના બોક્સમાં 3 AK-47 અને મોટી માત્રમાં ગોળીઓ મળી આવી છે.
આ મામલે સુરક્ષા લેવલથી NIA અને ATSની ટીમ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસના જણાવ્યા મુજબ જે બોક્સમાં હથિયારો મળી આવ્યા હતા .તેની તપાસ કરતા બોક્સની ઉપર અંગ્રેજીમાં નેપ્ચ્યૂન મરીટાઈમ સિક્યુરિટી લખ્યું હતું.અંગ્રેજી માં લખેલ આ નામ બ્રિટનની એક કંપનીનું છે. આ કેશમાં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડનું અને મહારાષ્ટ્રના ડેપ્યુટી CMએ પણ પોતાના પક્ષ રજુ કર્યા છે.હાલમાં કોઈ પણ આંતકી હુમલાની વાત સામે આવી નથી.
મહારાષ્ટ્રના ડેપ્યુટી CMએ સમગ્ર ઘટનાને સમજતા પોતાનો પક્ષ મુક્યો
શ્રીવર્ધનમાં મળેલી બોટની માલિક ઓસ્ટ્રેલિયાની એક મહિલા હાના લોન્ડસર્ગન છે.બોટના કેપ્ટન તેના પતિ જેમ્સ હોબર્ટ છે.આ બોટમાંથી 3 AK-47 અને ગોળીઓ મળી આવી છે. તેની સાથે તેનું એમ્યુનેશનવ અને બોર્ડના અમુક જરૂરી દસ્તાવેજો મળી આવ્યા છે.
મળી આવેલ બોટ મામલે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના કમાન્ડરે થોડી માહિતી આપતા કહયું …
કોસ્ટગાર્ડના કમાન્ડર જનરલ પરમેશ શિવમણીએ વધુ માહિતી આપતા કહ્યું- 26 જૂન રોજ આ બોટમાંથી અમને કોલ કરવામાં આવ્યો હતો. ત્યારે તેઓ કોઈ મુશ્કેલીમાં મુકાયા હતા અને તેમણે અમારી મદદ માંગી હતી. ઓમાનની ખાડીમાં આ બોટમાં હાજર ચાર વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા હતા. શ્રીવર્ધનમાં મળેલી બોટ બ્રિટન જતી હતી, તેના પર બ્રિટનનો ઝંડો પણ લાગેલ હતો. ત્યારપછી તે હરિહરેશ્વર જઈ પહોંચી હતી.
બોટમાં નાના હથિયારો ઉપરાંત 3 AK-47 મળી આવી છે.આ સમગ્ર મામલે દુબઈની એક સિક્યુરિટી એજન્સીએ પણ અમને ફોન કરીને જણાવ્યું કે, આ સીરિઝના અમુક હથિયાર તેઓના જ છે અને અનુક હથિયારો ગાયબ છે. આ એજન્સીએ સ્પષ્ટ કરી દીધું છે કે, બોટ પર હાજર આ હથિયારો ક્રૂ મેમ્બર્સની સુરક્ષા માટે વાપરવામાં આવે છે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.