monsoon-heavy-rain : ભોપાલમાં 36 કલાકમાં 14.18 ઈંચ વરસાદ, રાજસ્થાનમાં પણ અવિરત વર્ષી રહ્યો છે વરસાદ

Views: 186
0 0
Spread the love

Read Time:3 Minute, 7 Second
monsoon-heavy-rain:ઉત્તર પ્રદેશ, હિમાચલ, બિહાર ,મધ્યપ્રદેશ, રાજસ્થાન,અને છત્તીસગઢમાં છેલ્લા 48 કલાકથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 200 નાના-મોટા ડેમ અને મધ્યપ્રદેશમાં લગભગ 50 જેટલા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં ગંગા ભયજનક નિશાનની ઉપરથી વહી રહી છે. આ તરફ બિહારમાં ગંગા નદી ભયજનક નિશાનની નજીકથી વહી રહ્યી છે. હિમાચલ પ્રદેશમાં અચાનક પૂર અને લેન્ડ સ્લાઇડની 36 ઘટનાઓમાં 22 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

મંગળવારે આ તમામ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. એટલે કે આગામી 48 કલાક સુધી વરસાદથી રાહત મળવાની કોઈ આશા દેખાયી રહ્યી નથી.

ભોપાલમાં 36 કલાકમાં 14.18 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. મધ્યપ્રદેશમાં છેલ્લા 48 કલાકથી વરસાદ વરષી રહ્યો છે. ભોપાલમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. 16 વર્ષ પછી હવે ઓગસ્ટમાં એક દિવસમાં સૌથી વધુ વરસાદ વર્ષયો છે. ભોપાલમાં રવિવારે વહેલી સવારથી સોમવારે મોડી રાત્ર સુધી એટલે કે ,36 કલાક સુધી 14.18 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ભોપાલમાં અત્યાર સુધીમાં 66.50 ઈંચથી વધુ વરસાદ પડયો છે. ભોપાલમાં ચોમાસાની સિઝનનો અડધો વરસાદ વર્ષી ગયો છે.

રાજ્યમાં હવામાન વિભાગે આગામી 24 કલાકમાં અતીભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ભોપાલ, ઉજ્જૈન અને ગ્વાલિયર ડિવિઝનમાં 5 ઇંચ અને તેનાથી વધુ વરસાદ પડી શકે છે.રાજ્યમાં બુધવારથી વરસાદતની વધુ રાહતની શક્યતા છે. ઓગસ્ટના છેલ્લા દિવસોમાં ધીમાગતિની વરસાદની આગાહી છે. ચોમાસાની વિદાય 30 સપ્ટેમ્બર પછીથી જ શક્ય છે.આ પછી સપ્ટેમ્બરમાં પણ વરસાદના એક-બે રાઉન્ડ આવી શકે છે.

રાજસ્થાનમાં રેડ એલર્ટ જારી : આ સિઝનમાં 20.35 ઈંચ વરસાદ નોંધાયો,
છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદને કારણે રાજ્યમાં સિઝનનો 20.35 ઈંચ વરસાદ નોંધાયો છે. કોટામાં 20.47 ઈંચ વરસાદ પડ્યો છે. આંકડાકીય રીતે આ
સીઝનમાં વરસાદ 25.80% વધુ છે. તમામ જિલ્લાઓમાં સરેરાશ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદને કારણે નાના-મોટા 716 ડેમમાંથી 200થી વધુ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. રાજધાની જયપુરની વાત કરવામાં આવે તો સિઝનના વરસાદનો ક્વોટા પૂરો થઈ ગયો છે. અહીં વરસાદી સિઝનમાં 19.78 ઈંચ વરસાદ પડે છે, જ્યારે અત્યાર સુધી 19.79 ઈંચ વરસાદ પડી ગયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed