મુંબઈ: મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં મધરાતે મોટી દુર્ઘટના ઘટી છે. રાતે 12.15 વાગ્યાની આસપાસ બાન્દ્રા વેસ્ટ વિસ્તારમાં બુધવારે રાતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પાસે એક બે માળની ઈમારત તૂટી પડી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે જ્યારે 22 જેટલા લોકો ઘાયલ થયા છે. તૂટી પડેલી ઈમારતના કાટમાળમાં અનેક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. સ્થાનિક લોકોએ ફાયરની ટીમો પહોંચી તે પહેલા કેટલાક લોકોનું રેસ્ક્યૂ કરી લીધુ હતું.
હાલ ફાયર બ્રિગેડની ચારથી પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કાર્ય ચાલુ છે. ફાયર વિભાગના જણાવ્યાં મુજબ સ્થાનિક લોકોએ આપેલી જાણકારી મુજબ હજુ કાટમાળમાં બે લોકો ફસાયેલા છે. જેમને રેસ્ક્યૂ કરવાનું કામ ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે.
BMC ના જણાવ્યાં મુજબ બાન્દ્રા પશ્ચિમના શાસ્ત્રીનગરમાં જી+2 ઈમારત તૂટી પડવાના કારણે એક વ્યક્તિનું મોત થયું. શરૂઆતમાં કાટમાળમાં ઓછામાં ઓછા 3થી ચાર લોકો ફસાયેલા હોવાની આશંકા હતી બચાવ અભિયાન ચાલુ હતું. બીએમસી દ્વારા કરાયેલી ટ્વીટમાં એમ પણ કહેવાયું હતું કે બાન્દ્રા પશ્ચિમમાં એક જી+2 ઈમારત તૂટી પડી છે. કેટલાક લોકોને હોસ્પિટલ ખસેડાયા છે. 3-4 લોકો કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા છે.
અત્રે જણાવવાનું કે આ અગાઉ સોમવારે કલ્યાણ વિસ્તારમાં નવી બનેલી બહુમાળી ઈમારતની પાર્કિંગ લિફ્ટ પડતા ચાર મેન્ટેઈનન્સ કર્મચારી ઘાયલ થયા હતા. ઘટના સાંજે સાડા છ વાગ્યાના આસપાસની હતી. જ્યારે કર્મચારીઓ 23 માળની એક ઈમારતના ચોથા માળે લિફ્ટનું ટેસ્ટિંગ કરી રહ્યા હતા.
#Naritunarayani
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.