National:તુર્કીમાં ભૂકંપ પીડિતોનો જીવ બચાવશે ભારતના ‘હની-રેમ્બો’:પહેલીવાર ઇન્ટરનેશનલ મિશન ઉપર 2 સ્નીફર ડોગ, 10 થી 12 ફૂટ નીચે દબાયેલાં લોકોને પણ શોધી કાઢશે

Views: 183
0 0
Spread the love

Read Time:6 Minute, 10 Second

National:તુર્કીમાં ભૂકંપથી ધરાશાયી બિલ્ડિંગના કાટમાળમાં દબાયેલાં લોકોને શોધવા માટે ભારત સરકારે પોતાના સૌથી બેસ્ટ ડોગ મોકલ્યા છે. જેમના નામ હની અને રેમ્બો છે. આ બંને ગાઝિયાબાદમાં NDRFની આઠમી બટાલિયનનો ભાગ છે. પહેલીવાર જ તેમને ઇન્ટરનેશનલ લેવલે રેસ્ક્યૂ ઓપરેશન માટે તુર્કી મોકલવામાં આવ્યા છે.

આ બંને ડોગ્સ 10 થી 12 ફૂટ કાટમાળ નીચે દબાયેલાં લોકોને પણ શોધી શકે છે. ખાસ કરીને આ પ્રકારની સ્થિતિ માટે NDRFએ બંને ડોગને દોઢ વર્ષની ટ્રેનિંગ આપીને તૈયાર કર્યા હતાં.

C-17 ગ્લોબમાસ્ટરથી તુર્કી મોકલવામાં આવ્યા સ્નીફર ડોગ
NDRFની આઠમી બટાલિયન ગાઝિયાબાદમાં ડિસેમ્બર 2016માં દેશભરની 12 બટાલિયનથી 28 ડોગ આવ્યા હતાં. દોઢ વર્ષ સુધી તેમની ટ્રેનિંગ થઈ અને પછી પરીક્ષા લેવામાં આવી. પરીક્ષામાં 28માંથી જે 15 ડોગ પાસ થયા, તેમાં લેબરા જાતિના હની અને રેમ્બો પણ હતાં. આ બંનેએ પોતાની પરીક્ષામાં લાઇવ વિક્ટિમને શોધી કાઢ્યો હતો. તે પછી તેમને NDRFની બટાલિયનમાં સામલે કરવામાં આવ્યાં.

હની અને રેમ્બો ભારતીય વાયુસેનાના C-17 ગ્લોબમાસ્ટર વિમાનથી તુર્કી મોકલવામાં આવ્યા છે. ત્યાં તેઓ NDRFની 101 સભ્યોની ટીમ સાથે કાટમાળમાં દબાયેલાં લોકોને બહાર કાઢવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. બંને ડોગ સાથે તેમના હેન્ડલર પણ ગયા છે.

શાહબેરી-મસૂરીમાં અનેક જીવ બચાવ્યા હતાં
જુલાઈ-2018માં ગ્રેટર નોઇડાના શાહબેરીમાં બે બિલ્ડિંગ એકસાથે પડી ગઈ હતી. જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હતાં અને વિશાળ સંખ્યામાં લોકો કાટમાળ નીચે દબાઇ ગયા હતાં. NDRFના આ જ બંને ડોગે અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢીને નવું જીવન આપ્યું હતું. શાહબેરીના થોડાં દિવસ પછી જ ગાઝિયાબાદના મસૂરીમાં ચારમાળની બિલ્ડિંગ પડી ગઈ હતી. આ ઓપરેશનમાં પણ સ્નીફર ડોગ હની અને રેમ્બોએ અનેક લોકોને બચાવ્યા હતાં.

ગ્વાલિયરના ટેકનપુરમાં ડોગ્સનું સૌથી મોટું ટ્રેનિંગ સેન્ટર આવેલું છે
સ્નીફર ડોગને ટ્રેનિંગ આપવાનું સૌથી મોટું સેન્ટર મધ્યપ્રદેશના જિલ્લા ગ્વાલિયરના ટેકનપુરમાં છે. આ ટ્રેનિંગ સેન્ટર BSF સંચાલિત કરે છે. અહીં મિલિટ્રી, પેરા મિલિટ્રી સિવાય અનેક રાજ્યોની પોલીસના સ્નીફર ડોગ પણ ટ્રેન્ડ કરવામાં આવે છે. દેશભરમાં મોટાભાગના મિલિટ્રી-પેરા મિલિટ્રી ફોર્સમાં અહીંના જ ટ્રેન્ડ ડોગ મોકલવામાં આવે છે. એટલું જ નહીં, બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, ઘાના, મોરીશસ અને શ્રીલંકાના ડોગ્સ પણ ટેકનપુર સેન્ટરમાં ટ્રેનિંગ લે છે.

ભારતથી અત્યાર સુધી પાંચ વિમાનોમાં તુર્કી-સીરિયા માટે મદદ પહોંચી

  1. ગાઝિયાબાદમાં ભારતીય વાયુસેનાના C-17 ગ્લોબમાસ્ટરથી NDRF 8મી બટાલિયનના 51 સભ્યોની પહેલી ટીમ મંગળવારે વહેલી સવારે 3 વાગે રવાના થયું. તેમાં NDRFની ડ્રીલ મશીનો, ભૂકંપમાં બચાવ માટે કામ આવતા બધા ઉપકરણ, બે ડૉગ સ્વોક્વોર્ડ મોકલવામાં આવ્યા છે. પહેલીવાર ઇન્ટરનેશનલ લેવલના રેસ્ક્યૂ ઓપરેશનમાં 5 મહિલા જવાનને પણ મોકલવામાં આવી છે.
  2. ગાઝિયાબાદ હિંડન એરબેસથી બપોરે સાડા 12 વાગે રવાના થયેલાં બીજા સી-17 ગ્લોબમાસ્ટરમાં કોલકાતા NDRF બટાલિયનમાં લગભગ 50 જવાન રવાના થયા છે. જેમાં ડૉગ સ્વોક્વોર્ડ, રેસ્ક્યૂ ઇક્વીપમેન્ટ્સ, વાહન, સામાન વગેરે મોકલવામાં આવ્યા છે.ભારતે મેડિકલ ઇક્વીપમેન્ટ્સ અને દવાઓ પણ મોકલી છે.
  3. આગ્રા 60 પરા ફિલ્ડ હોસ્ટિપલથી ઇન્ડિયન આર્મીની 99 સભ્યોની મેડિકલ ટીમ વાયુસેનાના સ્પેશિયલ વિમાન સાથે તુર્કી ગઇ છે. આ વિમાનમાં વેન્ટિલેટર, એક્સ-રે મશીન, ઓક્સીજન જનરેટર પ્લાન્ટ, કાર્ડિક મોનિટર અને 30 અસેમ્બલ બેડ મોકલવામાં આવ્યા છે. આ સિવાય ટીમે બધા પ્રકારના મેડિકલ એક્સપર્ટ હાજર છે.
  4. આગ્રા 60 પેરા ફિલ્ડ હોસ્પિટલથી 54 મેડિકલ એક્સપર્ટ ચોથા સી-17 ગ્લોબમાસ્ટર વિમાનથી તુર્કી મોકલવામાં આવ્યાં. આ ટીમમાં બધા જ પ્રકારના મેડિકલ એક્સપર્ટ, ડોક્ટર હાજર છે.
  5. ભારતીય વાયુસેનાનું વિમાન સ-130 છ ટન ઇમરજન્સી રાહત સામગ્રી લઇને સીરિયા પહોંચી ગયું છે. જેમાં દવા અને ઇમરજન્સી મેડિકલ સામગ્રીઓ છે.

રાજદૂતે કહ્યું- જરૂરિયાતમાં જે કામ આવે તે જ સાચા મિત્ર
ભારતમાં તુર્કીના રાજદૂત ફિરાત સુનેલે ભારત સરકાર દ્વારા મળેલી મદદ માટે આભાર વ્યક્ત કર્યો છે. તેમણે મંગળવારે ટ્વિટ કરીને કહ્યું- જરૂરિયાના સમયે કામ આવનાર મિત્ર જ સાચા મિત્ર હોય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed