ગરબા પછી ગુજ્જુઓની પેટપૂજા,થાકીને લોટપોટ ખેલૈયા ખાઉં માર્કેટમાં તૂટી પડ્યા, પગ મૂકવાની જગ્યા નહીં, જુઓ રાત્રે 12 વાગ્યા પછીનો માહોલ

Views: 167
1 0
Spread the love

Read Time:3 Minute, 52 Second

બે વર્ષ પછી નવરાત્રિમાં ગરબે રમવાનો મોકો મળ્યો તો પહેલા જ દિવસથી માહોલ એવો જામ્યો કે વાત ના પૂછો. પહેલા નોરતે જ ખેલૈયા મન મૂકીને ગરબે રમ્યાં. ગરબે રમ્યા પછી પણ ગુજ્જુઓનાં મનમાં તો એક જ વાત હોય. હવે ભૂખ લાગી છે તો હવે શું ખાશું અને ક્યાં ખાશું? આ જ વિચાર સાથે ખેલૈયા વિવિધ ફૂડ ઝોન પર તૂટી પડ્યા. નવરાત્રિના પ્રથમ દિવસે દિવ્ય ભાસ્કરની ટીમે અમદાવાદના સિંધુ ભવન રોડ સ્થિત ‘અર્બન ચોક’નો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો તો કંઈક આવાં જ દૃશ્યો જોવાં મળ્યાં. ગરબે રમી રમીને થાકેલા ખેલૈયાઓ 12 વાગ્યા પછી રીતસર ફૂડ ઝોન પર તૂટી પડ્યા અને મનપસંદ ફૂડ માટે પડાપડી કરી હતી. અહીં રાત્રે બે વાગ્યા સુધી મેળા જેવો માહોલ જોવા મળ્યો.

ગરબાનો થાક તો અર્બન ચોકના ફૂટથી જ ઊતરે!
પહેલા દિવસે ખેલૈયાઓએ ખાવામાં પણ કંઈ કસર છોડી નહીં. ખેલૈયાઓએ કહ્યું કે, ગમે તેટલા થાક્યા હોય છતાં આ નાસ્તો તો કરવાનો જ. આ નાસ્તા વગર તો થાક ઉતરે જ નહીં. તેઓ કહે છે કે, અહીં ના આવીએ તો ગરબાની મજા અધૂરી રહી હોય એવું લાગે. બીજા એક ખેલૈયાઓ કહ્યું કે, અહીંનું ક્લાઈમેટ જ અલગ છે, આવી મજા તમને અમદાવાદમાં બીજે ક્યાંય નહીં આવે. ખેલૈયાઓ કહે છે કે, અહીં આવીએ તો કોઈક અલગ જ દુનિયામાં આવી ગયા હોય એવું ફીલ થાય છે. તો એક યુવકે કહ્યું કે, ફૂડ વગર તો નવરાત્રિ સાવ અધૂરી છે, તેમણે કહ્યું કે, દિલ ખોલીને ગરબા કરો ને પેટપૂજામાં પણ કંઈ બાકી ના રાખો. 

ખેલૈયાઓએ ગ્રૂપમાં, પરિવાર સાથે, ફ્રેન્ડ સર્કલ સાથે ફૂડનો આનંદ માણ્યો

ખેલૈયાઓએ ગ્રૂપમાં, પરિવાર સાથે, ફ્રેન્ડ સર્કલ સાથે ફૂડનો આનંદ માણ્યો

ફૂટ સ્ટોલના સંચાલકોએ કહ્યું હવે ઓવરસ્ટોક કરવો પડશે
આ તરફ ફૂડ સ્ટોલના સંચાલકોને પણ ઘી-કેળાં થઈ ગયા. પહેલાં જ દિવસે આટલો બિઝનેસ મળતાં તેઓ પણ ખુશ છે. ફૂડ સ્ટોલના સંચાલકો કહે છે કે, પહેલા દિવસે આટલો ટ્રાફિક રહેશે તેની કલ્પના પણ કરી ના હતી. હવે પછીના આઠ દિવસ કેવા રહેશે તે સમજી શકાય છે. ફૂડ સ્ટોલના સંચાલકોનું કહેવું છે કે, ફૂડનો ટેસ્ટ એવો છે કે, લોકો ખાવા પડાપડી કરી રહ્યા છે. હવે તો એવું લાગે છે કે, બાકી રહેલા આઠેય દિવસ ફૂડનો ઓવરસ્ટોક કરવો પડશે.

ટ્રેડિશનલ ડ્રેસ સાથે બાળકો સહિત યુવાઓમાં અનેરો ઉત્સાહ

ટ્રેડિશનલ ડ્રેસ સાથે બાળકો સહિત યુવાઓમાં અનેરો ઉત્સાહ

બે વર્ષ પછી ગરબા, સરકારે છૂટ આપી
મહત્ત્વનું છે કે, કોરોનાના બે વર્ષમાં નવરાત્રિ થઈ શકી નથી. બે વર્ષ પછી મોટા પાયે આયોજન થતાં ખેલૈયાઓ બે વર્ષનું સાટું વાળી લેવા માગે છે. એટલું જ નહીં કોરોનામાં ધંધા રોજગાર પણ સાવ ભાંગી ગયા હતા. જેને કારણે સરકારે 12 વાગ્યા સુધી ગરબા અને 12 વાગ્યા સુધી ખાણીપીણીની છૂટ આપી છે. બે વર્ષ પછી આવો માહોલ જામ્યો હોવાથી આ સમયમર્યાદા પૂરી થાય બાદ પણ ફૂડ સ્ટોલ બંધ કરાવવામાં આવ્યા ન હતા. 

રંગબેરંગી ડ્રેસને કારણે ફૂડ પાર્ક પર રંગીન માહોલ જોવા મળ્યો

રંગબેરંગી ડ્રેસને કારણે ફૂડ પાર્ક પર રંગીન માહોલ જોવા મળ્યો

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed