ઠંડા વાતાવરણમાં ગરબાનો થનગનાટ:અમદાવાદમાં ત્રીજા નોરતે ખેલૈયાઓને ગરબાની મોજ, વરસાદની કોઈ શક્યતાઓ નથી 

Views: 198
1 0
Spread the love

Read Time:2 Minute, 50 Second

નવરાત્રિનું આજે ત્રીજું નોરતું છે. ત્યારે અમદાવાદમાં ગરબા રમવા થનગનતાં ખેલૈયાઓ માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આજે વરસાદ પડવાની સહેજ પણ સંભાવના નથી. મંગળવારે અમદાવાદ પૂર્વમાં કેટલાક વિસ્તારમાં વરસાદ થયો હતો. જો કે, આજે આંશિક વાદળછાયું અને ઠંડક વાળું વાતાવરણ રહેશે. એટલે ખેલૈયાઓને રાસ ગરબાની રમઝટ બોલાવતાં કોઈ નહીં રોકી શકે.
આકાશમાં ક્યાંય પણ વાદળો જોવા મળ્યા નથી
આજે સવારથી જ અમદાવાદનું વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. આકાશમાં ક્યાંય પણ વાદળો જોવા મળ્યા નથી. વહેલી સવારે ધુમ્મસનું થોડુક પ્રમાણ જોવા મળ્યું હતું. પરંતુ 8 વાગ્યા બાદ વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. સાંજે વાતાવરણ વાદળછાયું રહેશે અને મોડી રાત સુધી આકાશમાં વાદળો હશે. પરંતુ વરસાદની કોઈ શક્યતાઓ નથી. વાદળછાયા વાતાવરણને કારણે ઠંડક પ્રસરશે અને ખેલૈયાઓને ઠંડા માહોલાં ગરબા રમવાની મોજ પડશે.

ખેલૈયાઓ માટે આજે સાનુકૂળ વાતાવરણ રહેશે
આજે ત્રીજા નોરતે ખેલૈયાઓએ નિશ્ચિત થઈને ગરબા રમવા પહોંચશે. કેમ કે, આજે વાતાવરણ સાનુકૂળ રહેવાનું છે. સાંજે 7 વાગ્યાથી લઈને મધરાત સુધી આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. જેને પગલે રાત થતી જશે તેમતેમ થોડી ઠંડક પ્રસરશે. જો કે ગરબા રમતા ખેલૈયાઓને ઠંડી લાગવાની કોઈ શક્યતા નથી. વાતાવરણ એકંદરે સ્વચ્છ રહેશે. 7 વાગ્યે આંશિક વાદળછાયું અને ભેજનું પ્રમાણ 57% રહેશે તથા તાપમાન 30 ડિગ્રી રહેશે. 8 વાગ્યે આંશિક વાદળછાયું અને ભેજનું પ્રમાણ 61% રહેશે તથા તાપમાન 30 ડિગ્રી રહેશે.

પહેલાં નોરતાથી જ ખેલૈયાઓએ બે વર્ષનું સાટું વાળ્યું
અમદાવાદભરમાં વિવિધ ક્લબ સહિતના સ્થળે નવરાત્રિ ગરબાના આયોજન થયા છે. ત્યારે પાર્ટી બે વર્ષ સુધી નવરાત્રિમાં ગરબા રમવાથી દૂર રહેલા ખેલૈયામાં થનગનાટ હતો. જેવી રાત પડી અને વિવિધ સ્થળે ગરબા શરૂ થયાં કે તરત જ ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવી હતી. ગીત-સંગીતના સથવાર રિવરફ્રન્ટથી લઈને ક્લબો અને સોસાયટીઓમાં જ્યાં પણ ગરબાના આયોજન થયાં ત્યાં ખેલૈયાઓએ ગરબા ઘૂમ્યાં હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed