PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાત, 9મી માર્ચે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે નિહાળશે ટેસ્ટ મેચ

Views: 430
1 0
Spread the love

Read Time:2 Minute, 51 Second

PM modi:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 અને 9 માર્ચે ગુજરાત આવશે. જ્યા તેઓ, ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ નિહાળશે. બંને પીએમ ટોસ સમયે મેદાનમાં જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે.

પીએમ નરેન્દ્ર મોદી 8-9 માર્ચે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમની સાથે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બાનીસ પણ અમદાવાદના મહેમાન બનશે. બંને પીએમ 9મી માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ગાવસ્કર બોર્ડર ક્રિકેટ મેચ જોવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 માર્ચે રાત્રે 8 વાગ્યે અમદાવાદ પહોંચશે. ઍરપોર્ટથી સીધા તેઓ ગાંધીનગર રાજભવન જવા રવાના થશે અને રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. જ્યારે ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બાનીસ અમદાવાદમાં સેટેલાઈટ નવી બનેલી સેવન સ્ટાર હોટેલમાં રોકાશે.

બંને પીએમ મેચમાં કોમેન્ટરી કરે તેવી શક્યતા

9મી માર્ચે બંને પીએમ મેચ શરૂ થયા બાદ લગભગ એકાદ કલાક સ્ટેડિયમમાં રોકાશે. આ દરમિયાન બંને પીએમ ટોસ સમયે મેદાનમાં જોવા મળે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. તેમજ બંને પીએમ કોમેન્ટરી કરે તેવી પણ શક્યતા છે. આ સમગ્ર કાર્યક્રમ મોદીને વધાવવા માટે સાંસદો- ધારાસભ્યો સહિત ભાજપના અંદાજે 38 હજાર આગેવાનો અને કાર્યકરો સ્ટેડિયમમાં હાજર રહેશે. ભાજપના કાર્યકરોને ચિઅર અપ કરાની જવાબદારી સોંપાઈ હોવાનુ પણ સૂત્રો જણાવી રહ્યા છે.

10 વાગ્યે પીએમ મોદી ગાંધીનગર જવા રવાના થશે

સ્ટેડિયમથી પીએમ મોદી ગાંધીનગર જવા રવાના થશે. જ્યાં બપોરે 2 વાગ્યા સુધી રાજભવનમાં પીએમ મોદી રોકાશે અને 2 વાગ્યે દિલ્હી જવા રવાના થશે.

ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝની પ્રથમ ભારત મુલાકાત

આપને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ 8થી11 માર્ચ દરમિયાન ભારતની મુલાકાતે છે. મે 2022માં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન બન્યા બાદ એન્થોની અલ્બેનીઝ પ્રથમવાર ભારતની મુલાકાતે આવી રહ્યા છે..

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed