Pm modi: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે અને ગમે તે સમયે ચૂંટણીની તારીખોનું એલાન થઇ શકે છે. તેવામાં ચૂંટણીની તૈયારીઓને પણ આખરી ઓપ અપાઇ રહ્યો છે. ચૂંટણીને લઇને કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા પણ વધ્યા લગે છે. પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ પૂર્ણ થતાં જ ગમે તે ઘડીએ ચૂંટણીની તારીખો જાહેર થઇ જશે. તેવામાં પીએમ મોદી ફરી એકવાર ગુજરાતમાં ધામા નાંખશે.
પીએમ મોદી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે રોજ 30 ઓક્ટોબરે વડોદરામાં અને આવતીકાલે થરાદ તથા અમદાવાદમાં પીએમ મોદીના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
પીએમ મોદીના ગુજરાત પ્રવાસ અંગે માહિતી આપતા પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, પીએમ મોદી આજે ૩૦મી ઓક્ટોબરથી ૧લી નવેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદીના હસ્તે વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાશે.
જીતુ વાઘાણીએ વધુમાં ઉમેર્યું કે, પીએમ મોદીના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ ૩૦મી ઑકટોબરના રોજ વડોદરા ખાતે આવી પહોંચશે. ત્યાર બાદ વડોદરા ખાતે સી-૨૯૫ એરક્રાફટ નિર્માણના પ્રોજેક્ટનું ખાતમુર્હુત કરશે. ત્યારબાદ તેઓ ૩૧મી ઓક્ટોબર સરદાર પટેલ જયંતિ નિમિત્તે કેવડીયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને આદરાંજલી આપીને શ્રધ્ધા સુમન અર્પણ કરશે.
ત્યારબાદ તેઓ કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાનાર પરેડમાં ઉપસ્થિત રહી પરેડની સલામી જીલશે. આ જ દિવસે બપોરે પીએમ મોદી ઉત્તર ગુજરાત માટેના વિવિધ વિકાસકામોનું થરાદ ખાતેથી ખાતમુર્હુત અને લોકાર્પણ કરીને સભાને સંબોધશે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.