Presidential Election 2022: 18 જુલાઇએ યોજાશે રાષ્ટ્રપતિની ચૂંટણી, 21 જુલાઇએ દેશને મળશે નવા મહામહિમ, જાણો પ્રક્રિયા 

Views: 266
2 0
Spread the love

Read Time:3 Minute, 25 Second

Presidential Election 2022: ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. 18 જુલાઇના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે અને દેશને નવા રાષ્ટ્રપતિ મળશે. 29 જૂનના રોજ ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છે.  અત્રે જણાવવાનું કે નવા રાષ્ટ્રપતિએ 25 જુલાઈ સુધીમાં શપથ લેવાની છે. રાષ્ટ્રપતિ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈ સુધી છે. 

છેલ્લે 2017માં 17 જુલાઈએ ચૂંટણી થઈ હતી. જેમાં રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના સભ્યો મતદાન કરે છે. 

ગુરૂવારે પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી પંચ કમિશ્નર રાજીવ કુમારે કહ્યું કે રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. ચૂંટણીમાં મતદાન માટે વિશેષ સ્યાહીવાળી પેન પુરી પાડવામાં આવશે. વોટ આપવા માટે 1,2, 3 લખીને પસંદગી જાહેર કરવાની રહેશે. પહેલી પસંદ ના દર્શાવતાં વોટ રદ કરવામાં આવશે. 

તો બીજી તરફ રાજકીય દળ કોઇ વ્હીપ જાહેર કરી શકતા નથી. સંસદ અને વિધાનસભાઓમાં મતદાન થશે. રાજ્યસભા માટે મહાસચિવ ચૂંટણી પ્રભારી હશે. આ ઉપરાંત કોરોના પ્રોટોકોલના પાલન માટે નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. 

તમને જણાવી દઇએ કે રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઇ 2022 ના રોજ પુરો થાય છે. ગત વખતે 17 જુલાઇ 2017 ના રોજ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. રાષ્ટ્રપતિ ચૂંટાવવા માટે સામાન્ય લોકો મતદાન કરતા નથી. તેના માટે જનતા દ્વારા ચૂંટેલા પ્રતિનિધિ અને ઉચ્ચ સદના પ્રતિનિધિ મતદાન કરે છે. જેમ કે બંને સદનો (લોકસભા અને રાજ્યસભા)ના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરશે. 

આ ઉપરાતંત તમામ રાજ્યોની વિધાનસભાના સભ્યો પણ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન કરે છે. તેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી અને પુડુચેરીની વિધાનસભાના સભ્ય પણ સામેલ હોય છે. 

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કોણ-કોણ મતદાન કરી શકતું નથી?
દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જનતા મતદાન કરી શકતી નથી. ચૂંટાયેલા સભ્યો અને વિધાન પરિષદના સભ્યોને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાનનો અધિકાર નથી. જો કોઇ રાજ્યના મુખ્યમંત્રી વિધાન પરિષદના સભ્ય છે તો તે પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સિંગલ ટ્રાંસફરેલબલ મતદાન સિસ્ટમ દ્વારા મતદાન થાય છે. તેનો અર્થ એ થયો કે રાજ્યસભા, લોકસભા અને વિધાનસભાના એક સભ્ય એક જ મત કરી શકે છે.

#Naritunarayani

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed

Media Member 004 Views: 3806
0 0
1 min read