Rahul Gandhi:મોદી અટક મામલે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. જસ્ટિસ હેમંત પ્રેચ્છકની કોર્ટમાં રાહુલ ગાંધીના કેસની સુનાવણી કરવામાં આવશે.
મોદી અટક મામલે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. જસ્ટિસ હેમંત પ્રેચ્છકની કોર્ટમાં રાહુલ ગાંધીના કેસની સુનાવણી ચાલી રહી છે. આ પહેલા શનિવારે હાથ ધરાયેલી સુનાવણીમાં રાહુલ ગાંધી તરફથી અભિષેક મનુ સિંઘવીએ પક્ષ રજૂ કર્યો હતો.
અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે રાહુલ ગાંધીએ એવો કોઇ ગંભીર ગુનો નથી કર્યો કે તેમને સજા માફી ન આપી શકાય. તેમણે કહ્યું કે દેશમાં 13 કરોડ મોદી છે, તો પછી કેમ કોઇએ આ મુદ્દે ફરિયાદ ન કરી ? રાહુલ ગાંધી સામે રાજકીય વેરવૃતિ રાખી ફરિયાદ કરવામાં આવી છે.
રાહુલ ગાંધી વિરુદ્ધ રાજકીય વેરવૃતિ રાખી ફરિયાદ કરાઈ – અભિષેક મનુ સિંઘવી
અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી કે નીરવ મોદી, લલિત મોદી કે વિજય માલ્યા એ કોઈ મોઢ વણિક જ્ઞાતિમાંથી આવતા નથી. તો ફરિયાદીની લાગણી કેવી રીતે દુભાઈ ? મોદી સરનેમ અનેક જાતિ અને કોમ્યુનિટીમાં આવે છે. તો પછી ફરિયાદીએ કેવી રીતે નક્કી કર્યું કે રાહુલ ગાંધીએ તેમના વિશે જ વાત કરી ? બીજી તરફ સરકારી વકીલ મિતેષ અમીને જણાવ્યું કે રાહુલ ગાંધીને જે સજા આપવામાં આવી છે તે નિયમાનુસાર આપવામાં આવી છે. એવું નથી કે નિયમોની બહાર જઇને આ સજા કરાઇ હોય.
મેજિસ્ટ્રેટ દ્વારા બંને પક્ષોની તમામ દલીલો સાંભળવામાં આવી હતી. કોર્ટે સમગ્ર વાતની ગંભીરતા સમજી ચુકાદો આપ્યો અને 2 વર્ષની સજા કરી છે. મેજિસ્ટ્રેટ સામે જે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા તેના આધારે નિર્ણય કરાયો હતો. સેશન્સ કોર્ટે પણ આ વાતને યોગ્ય માની રાહુલની અરજી ફગાવી હતી.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.