Rajkot:સુદાનથી રેસ્ક્યુ કરાયેલા ૧૫૦ જેટલા રાજકોટવાસીઓની વતન વાપસી

Views: 561
1 0
Spread the love

Read Time:2 Minute, 51 Second

Rajkot:સુદાનની પ્રવર્તમાન પરિસ્થિતમાં ફસાયેલા ભારતીયોની વહારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ એક્સ્ટર્નલ અફેર્સ મંત્રીશ્રી એસ. જયશંકર તેમજ વિદેશ મંત્રાલય દ્વારા ભારતીયોને રેસ્ક્યુ કરી પરત લાવવા ”ઓપરેશન કાવેરી” શરુ કરાવામાં આવ્યું છે. જે મુજબ અમદાવાદ ખાતે પહોંચેલા યાત્રીકોને ગુજરાત સરકાર દ્વારા તેઓને ઘર સુધી પહોંચાડવા જી.એસ.આર.ટી.સી દ્વારા પરિવહનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આજ રોજ ચાર બસોમાં રાજકોટના ૧૪૮ લોકોને રાજકોટ બસપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યારે બે વૃધ્ધ પેસેન્જરોને એમ્બ્યુલન્સ મારફતે ઘરે પહોંચાડવામાં આવ્યા છે.  

ઢોલ નગારાના તાલ વચ્ચે નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે.ખાચર અને પ્રાંત અધિકારીશ્રી સંદિપ વર્મા દ્વારા યાત્રીકોને હાર પહેરવી, પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. એમ્બ્યુલન્સ મારફતે ઘરે પહોંચાડવામાં આવેલા બે વૃધ્ધ પેસેન્જરો પૈકી ૮૬ વર્ષીય જ્યોત્સનાબેન કોઠારીનું સ્વાગત મામલતદારશ્રી જાનકી પટેલ તેમજ ૧૦૩ વર્ષના લાભુબેન બાટવીયાનું સ્વાગત મામલતદાર શ્રી કે.એ.કરમટા દ્વારા કરવામાં આવ્યું હતું.

સુદાનથી પરત ફરતા યાત્રીઓની વતન પરત ફરતા તેમના આપ્તજનો સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતાં. ભવનીશ હર્ષદભાઈ વાલાણીએ જણાવ્યું હતું કે, અમારા પરિવારના ૧૨ વ્યક્તિઓ સાથે અમે શાંતીથી રાજકોટ પહોંચી ગયા છીએ. અમને વિદેશ મંત્રાલય અને  રાજ્ય સરકાર દ્વારા સુંદર વ્યવસ્થા કરી આપી  હતી તે બદલ તેમનો આભાર શબ્દોમાં વ્ય્ક્ત કરી શકાય તેમ નથી. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્ય સરકાર, તેમજ રાજકોટ કલેકટર અને જિલ્લા વહીવટી તંત્રનો પણ ખાસ આભાર માન્યો હતો.

આ તકે જિલ્લા વહીવટી તંત્ર વતી મામલતદારશ્રી કેતન ચાવડા તથા સાથી કર્મચાારી શ્રી જયદેવ ડાંગર દ્વારા ૧૪૮ જેટલા પ્રવાસીઓને અમદાવાદથી રાજકોટ પહોંચાડવા માટે મહત્વનો ભાગ ભજવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed