Sabarmati-riverfront:અમદાવાદની સાબરમતી નદીના રિવરફ્રન્ટ પર અમદાવાદીઓના મનોરંજન માટે AMC દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરી અવારનવાર અનેક પ્રોજેક્ટ શરુ કરવામાં આવે છે. પરંતુ પ્રોજેક્ટને સારો પ્રતિસાદ ન મળતા તેને એક વર્ષની અંદર જ બંધ કરી દેવામાં આવે છે અને પ્રજાના કરોડો રૂપિયા વેળફાયી જાય છે.ત્યારે વધુ એક પ્રોજેક્ટ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે શરુ થવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ શરુ કરવામાં આવશે , જેમાં એકસાથે 50-100 લોકો બેસીને નિરાંતે જમી શકે એવી તરતી રેસ્ટોરાં શરુ કરવા માટે કોન્ટ્રેક્ટ આપી દેવામાં આવ્યો છે
આ પ્રોજેક્ટ ગત 10 વર્ષ પહેલા પણ શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક કારણોસર આ પ્રોજેક્ટ શરુ થયી શક્યો ન હતો . ત્યારે 10 વર્ષ પછી ફરી એક વાર આ પ્રોજેક્ટ શરુ થવા જઇ રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રિવરફ્રન્ટ પર જીપલાઇન , લંડન આઈ તેમજ સી પ્લેન જેવા અનેક પ્રોજેક્ટ ફરી એક વાર શરુ કરી દેવમાં આવ્યા છે , પરંતુ તેને સારો પ્રતિસાદ ન મળતાં હાલ બંધ કરવા પડ્યા છે.
રેસ્ટોરાં ચાલુ કરતા પહેલા સાબરમતીમાં બારેય માસ પાણી કેવી રીતે જળવાયી રહશે ? આ પ્રશ્ર્નની મુશ્કેલીઓનો નિવારણ ન મળતાં વર્ક ઓર્ડર લેનારએ ના પાડી. ત્યારે લંડન આઈ અને જીપલાઇન તો અમદાવાદીઓનું સપનું જ રહ્યું. તેમજ 2020માં સી પ્લેન શરુ થયેલ હતું . પણ તે 4 દિવસોમાં જ બંધ કરી દેવાયું હતું.
રીવરફ્રન્ટના રેસ્ટોરાંનો કોન્ટ્રાક્ટ અક્ષર ટ્રાવેલર્સને મળ્યો. આ રેસ્ટોરાંમાં 50 થી 100 માણસો નિરાંતે સાબરમતી નદીને નિહાળતા નિહાળતા જમી શકે છે.ફ્લોટિંગ રેસ્ટોરાંની 10 વર્ષમાં 4 વાર જાહેરાત થઇ હતી. રિવરફ્રન્ટ પર અમુક પ્રોજેક્ટોને સારો પ્રતિસાદ ન મળતાં બંધ કરી દેવામાં આવ્યા હતો
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.