સ્કીમ આપી સ્કેમ કરી ગયો વેપારી:’મહિને 1200 આપો અને દાગીના લઈ જાઓ’, જૂનાગઢનો જ્વેલર્સ ગ્રાહકોના લાખો રૂપિયા લઈને પત્ની સાથે છૂમંતર 

Views: 267
0 0
Spread the love

Read Time:2 Minute, 39 Second

જૂનાગઢમાં લોભામણી સ્ક્રીમ બહાર પાડી હપ્તા પેટે નાણાં લઈ લીધા બાદ હાથ અધ્ધર કરી દેતા દંપતી સામે ગઇકાલે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જેમના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં આરોપી દંપતી સાર્થક એપાર્ટમેન્ટમાંથી અલગ અલગ છ બેગો ભરી ફરાર થતું નજરે પડે છે.

25 વર્ષનો વિશ્વાસ કેળવી લોભામણી સ્કીમ બહાર પાડી
આ અંગે મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લા પંચાયતનો નિવૃત કર્મચારી બિપીન ધોળકિયા શહેરમાં 25 વર્ષથી લક્ષ્મી જવેલર્સની પેઢી ધરાવતો હતો. જે સોના-ચાંદીનાના દાગીના લે-વેચ કરતાં હોય જેણે સાથે ‘શ્રીનાથજી ગૃપ’ નામની ઈનામી યોજના શરૂ કરી હતી. જેમાં દર મહિને રુપિયા 1200 ભરીને સરળ હપ્તે સોના-ચાંદીના દાગીના બનાવો, માસીક બચત યોજનામાં જોડાઇ મહિને 28 હજાર 800ના દાગીના જીતો જેવી લોભામણી સ્ક્રીમ બહાર પાડી લોકોને વિશ્વાસમાં લીધા હતા. જેણે અલગ અલગ ગ્રાહકો પાસેથી લાખો પડાવી રાતોરાત છૂમંતર થઇ ગયો હતો.

લાખો રુપિયા લઇને ફરાર થઇ ગયો
બિપીન ધોળકિયા અને તેની પત્ની ઉષા ધોળકિયાએ શહેરના હરસુખભાઈ કતકપરા પાસેથી રૂ. 10 હજાર 500 તથા સોનાના દાગીના જેમાં માળા, તથા સોનાનો હાંસડી હાર, બુટીયા જેની કિ.રૂ 2 લાખ. માયાબેન રાઠોડ પાસેથી રૂ.1 લાખ 50 હજાર 800, હેમાંગભાઇ ચુડાસમાં પાસેથી રૂ.1 લાખ 20 હજાર 200 અને તેજયભાઇ ચુડાસમા પાસેથી 1 લાખ 50 હજાર સ્કીમના હપ્તા લઈ, કુલ રૂપિયા 6 લાખ 31 હજાર 300 લઇને ભાગી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી
ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે આરોપી દંપતી જ્યાં રહેતું હતું તે સાર્થક એપાર્ટમેન્ટના સીસીટીવી ચેક કરતા આરોપી દંપતી છ બેગો ભરી ફરાર થતું કેમરામાં કેદ થયું છે. હવે પોલીસે સીસીટીવી મેળવી આ દંપતીને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
100 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed