
T20 world cup 2022: T20 વર્લ્ડ કપ 2022ની પહેલી સેમી-ફાઇનલ આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ ગઈ હતી. જેમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે આપેલા 153 રનના ટાર્ગેટને પાકિસ્તાને 19.1 ઓવરમાં 3 વિકેટે જ ચેઝ કરી લીધો હતો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને 57 રન, જ્યારે કેપ્ટન બાબર આઝમે 53 રન બનાવીને ટીમની જીતમાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ ટ્રેન્ટ બોલ્ટે બે વિકેટ અને મિચેલ સેન્ટનરે 1 વિકેટ લીધી હતી.
અગાઉ ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 153 રનનો ટાર્ગેટ આપ્યો છે. ન્યૂઝીલેન્ડે નિર્ધારિત ઓવરમાં 4 વિકેટે 152 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ ડેરિલ મિચેલે 35 બોલમાં 53 રન બનાવ્યા હતા. તો કેપ્ટન કેન વિલિયમસને 42 બોલમાં 46 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી સૌથી વધુ શાહિન શાહ આફ્રિદીએ 2 વિકેટ લીધી હતી. તો મોહમ્મદ નવાઝને 1 વિકેટ મળી હતી.
પાકિસ્તાને 13 વર્ષે ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો
પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપ-2022માં ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ સાથે જ તેઓએ T20 વર્લ્ડ કપમાં 13 વર્ષ પછી ફાઈનલમાં એન્ટ્રી મારી છે. છેલ્લે તેઓ વર્ષ 2009ના T20 વર્લ્ડ કપમાં ફાઈનલમાં પહોંચ્યા હતા. જેમાં તેઓ ચેમ્પિયન બન્યા હતા. અને ઓવરઓલ પાકિસ્તાનની ટીમ કુલ ત્રીજી વખત T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. વર્ષ 2007 અને 2009ના T20 વર્લ્ડ કપમાં તેઓ ફાઈનલમાં પહોંચ્યા હતા. ત્યાર પછી આજે એટલે કે વર્ષ 2022ના T20 વર્લ્ડ કપના ફાઈનલમાં એન્ટ્રી મારી છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ન્યૂઝીલેન્ડ: ડેવોન કોનવે, ફિન એલન, કેન વિલિયમ્સન (કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિચેલ, જિમી નિશમ, મિચેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉધી, લોકી ફર્ગ્યુસન અને ટ્રેન્ટ બોલ્ટ.
પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હારિસ, શાન મસૂદ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, શાહિન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હારિસ રઉફ.
ન્યૂઝીલેન્ડની આ વર્લ્ડ કપમાં સફર
તારીખ | VS | વેન્યૂ | રિઝલ્ટ |
22 ઓક્ટોબર | ઓસ્ટ્રેલિયા | સિડની | 89 રનથી જીત્યું |
26 ઓક્ટોબર | અફઘાનિસ્તાન | મેલબોર્ન | નો રિઝલ્ટ |
29 ઓક્ટોબર | શ્રીલંકા | સિડની | 65 રનથી જીત્યું |
01 નવેમ્બર | ઇંગ્લેન્ડ | બ્રિસ્બેન | 20 રનથી હાર્યું |
04 નવેમ્બર | આયર્લેન્ડ | એડિલેડ | 35 રનથી જીત્યું |
પાકિસ્તાનની આ T20 વર્લ્ડ કપમાં સફર
તારીખ | VS | વેન્યૂ | રિઝલ્ટ |
23 ઓક્ટોબર | ભારત | મેલબોર્ન | 4 વિકેટથી હાર્યું |
27 ઓક્ટોબર | ઝિમ્બાબ્વે | પર્થ | 1 વિકેટથી હાર્યું |
30 ઓક્ટોબર | નેધરલેન્ડ્સ | પર્થ | 6 વિકેટે જીત્યું |
03 નવેમ્બર | સાઉથ આફ્રિકા | સિડની | 33 રનથી જીત્યું |
06 નવેમ્બર | બાંગ્લાદેશ | એડિલેડ | 5 વિકેટથી જીત્યું |
બન્ને ટીમની ફૂલ સ્ક્વોડ


Average Rating
More Stories
IPL 2023:મોદી સ્ટેડિયમ પર હોબાળો પછી ટિકિટોનું ઓફલાઈન વેચાણ શરૂ કરાયું, અત્યાર સુધી કુલ 70 હજાર ટિકિટ વેચાઈ ગઈ
PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાત, 9મી માર્ચે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે નિહાળશે ટેસ્ટ મેચ
PM modi:નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ટેસ્ટ મેચના દિવસે ખીચોખીચ ભરાશે, ભાજપના તમામ કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવશે