- PCBએ દારૂ બનાવવા માટે વપરાતો 770 કિલો અખાદ્ય ગોળ કબ્જે કર્યો
અમદાવાદમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલતી હતી. આ ભઠ્ઠી પર PCBએ દરોડા પાડીને હજારો લીટર દેશી દારૂ અને દારૂ બનાવવાની સામગ્રી કબજે કરી છે. તે ઉપરાંત કેટલીક વસ્તુઓનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ ભઠ્ઠી ચલાવનાર માં અને દીકરો હાલમાં ફરાર છે. પોલીસે તેમની વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
દારૂ બનાવવાની સામગ્રી પોલીસે જપ્ત કરી
PCBને બાતમી મળતા રેડ કરી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં કોતરપુર ટર્નિંગની બાજુમાં આવેલ સાબરમતી નદીના પટની ડાબી બાજુ દૂષિત પાણીના વહેરા પાસે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલી રહી હતી. આ અંગે PCB ને બાતમી મળતા રેડ કરી હતી ત્યારે ત્યાં જમીનમાં દટાયેલા પીપડામાં દારૂ બનાવવામાં આવતો હતો. જેમાંથી 9700 લીટર દેશી દારૂનો વૉશ મળી આવ્યો હતો જેનો સ્થળ પર જ નાશ કરાયો હતો.
પીપડામાં દેશી દારૂ બનાવવામાં આવતો હતો
770 કિલો અખાદ્ય ગોળ કબ્જે કર્યો
પોલીસે દારૂ બનાવવા માટે વપરાતો 770 કિલો અખાદ્ય ગોળ કબ્જે કર્યો છે.દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર કમલા માલાવત અને ધર્મેન્દ્ર માલવત PCBની રેડની ખબર પડતાં જ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. તેમની સામે ગુનો નોંધી પોલીસે શોધખોળ હાથ ધરી છે. જોકે એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં આટલી મોટી માત્રામાં દારૂ બનાવવાની ભઠ્ઠી જાહેરમાં હતી છતાં એરપોર્ટ પોલીસ અજાણ હતી. જેને લઈને સવાલો ઉભા થયાં છે.
#Naritunarayani
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.