Gujrat Vadodara ats raid : વડોદરાના સાવલી પાસે આવેલ કેમિકલ ફેક્ટરી પર ATSએ પાડી રેડ ; 1000 કરોડ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરયો .

Views: 166
0 0
Spread the love

Read Time:2 Minute, 43 Second
Gujrat Vadodara ats raid:વડોદરાના સાવલી પાસે આવેલ મોક્ષી ગામમાં કેમિકલ ફેક્ટરીમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન થાય છે આવી માહિતી ગુજરાત એટીએસના ડીઆઈજી દિપેન ભદ્રનને મળેલી હતી . હવે આ માહિતી અનુસાર DYSP કે કે પટેલની આગેવાનીમાં વધુ સ્ટાફના સહયોગ સાથે ઓપરેશન એમડી સફળ પાડયુ હતું.

આજે મંગળવારની વહેલી સવારે એમડી ડ્રગ્સની માહિતી મળતાં ગુજરાત એટીએસની ટીમ ફેક્ટરી પર રેડ પાડી હતી . આ રેડ દરમિયાન તેમને સંભવિત 200 KGથી વધુ એમડી ડ્રગ્સ પ્રાપ્ત થયું છે.જેની ખરેખર અંદાજિત માર્કેટ વેલ્યુ એક હાજર કરોડથી વધુ છે. રેડ સફળ થયા પછી એટીએસ એ તરત જ ફોરેન્સીક અધિકારીઓને ઘટના સથળે બોલાવી લીધા હતા.

વડોદરા જિલ્લામાં સાવલી પાસે આવેલ મોક્ષી ગામની ફેક્ટરીમાં વિવિધ પ્રકારના કેમિકલનું ઉત્પાદન થતું હતું. કોરોના કાળમાં પણ આ ફેક્ટરીએ કોરોના સંબંધિત કેમિકલનું ઉત્પાદન થતું હતું. પરંતુ આ ફેક્ટરી તેના પાછળના ભાગે પ્રતિબંધિત ડ્રગ્સનું ઉત્પાદન કરી રહ્યું હતું. આ જાણકારી એટીએસને મળતાં
ડીઆઈજી દિપેન ભદ્રન, એસપી સુનિલ જોશી અને ડીવાયએસપી કે કે પટેલે વ્યૂરચના બનાઈ ગુપ્ત ઓપરેશન હાથ ધરવાનું નક્કી કર્યું હતું.આ ઓપરેશન ગુપ્ત રાખી ટીમમાં શામેલ અધિકારીઓને પણ ક્યાં સ્થળે દરોડા પાડવાનો છે તેની કોઈ જાણકારી છેલ્લી ઘડી સુધી ન હતી.આજે મંગળવાર વહેલી સવારે ડીવાયએસપી કે કે પટેલ પોતાના સ્ટાફ સાથે કેમિકલ ફેક્ટરી પર પહોંચતા તેમને સંભવિત એમડી ડ્રગ્સ 200 કિલો મળી આવ્યું હતું. જોકે આ ડ્રગ્સ કેટલી તિવ્રતા ધરાવે છે અને ક્યાં પ્રકારનું છે તે જાણવા ફોરેન્સીક અધિકારીઓએ તેમને ઘટના સ્થળે મળેલ કેમિકલનું પૃથ્થકરણ શરૂ કર્યું છે. ફેક્ટરીને ચારેય તરફથી ઘેરી લેવામાં આવી હતી જેથી દરોડા વખતે કોઈ પણ લોકો બહાર જઈ શકે નહીં .આ વર્ષે ગુજરાત એટીએસએ સ્થાનીક કક્ષાએ ગુજરાતમાં પકડેલા ડ્રગમા આ વખતે પકડાયેલ એમડી ડ્રગસ નો જથ્થો સૌથી મોટી કિંમતનો જથ્થો માનવામાં આવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed