વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગાંધીનગર-મુંબઈ વચ્ચે શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને કેપિટલ રેલવે સ્ટેશનેથી લીલીઝંડી આપી હતી. ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે, જેમાં ગાંધીનગરથી બપોરે 2:05 કલાકે જ્યારે મુંબઈથી સવારે 6:10 કલાકે ઉપડશે. ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે 520 કિલોમીટરનું અંતર જતાં સમયે 6:30 કલાક, આવતા સમયે 6:20 કલાકમાં પૂરું કરશે.
100 કરોડની સ્વદેશી ટ્રેન સોમથી શનિ રોજ અપ-ડાઉન કરશે
100 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ ટ્રેન સમાન સુવિધાઓ ધરાવતી આયાતી ટ્રેન કરતાં લગભગ અડધા ખર્ચે બનીને તૈયાર થઈ જાય છે. ગાંધીનગરથી અમદાવાદ વચ્ચેની મુસાફરી દરમિયાન વડાપ્રધાન પહેલાં વંદે ભારત ટ્રેન માટે કામ કરનારા રેલવે કર્મચારીઓ સાથે વાતચીત કરીને માહિતી મેળવી હતી. ટ્રેનના પ્રારંભ સમયે 15 જેટલી વિમેન આંત્રપ્રિન્યોર્સને પણ વડાપ્રધાન સાથે ટ્રેનની મુસાફરીની તક અપાઈ હતી. વડાપ્રધાને વિમેન આંત્રપ્રિન્યોર્સ સાથે પણ વાતચીત કરી હતી. આ મુસાફરીમાં ધ હેરિટેજ આર્ટના ફાઉન્ડર રીચા દલવાણી પણ જોડાયાં હતાં. મુસાફરી દરમિયાન વડાપ્રધાને તેમની સાથે વાત કરીને ટ્રેન અંગે પ્રતિભાવો મેળવીને બિઝનેસ અંગે પણ માહિતી મેળવી હતી.
ચૅરકારનું 1440 એક્ઝિ.ચૅરકારનું 2650 ભાડું
ચૅરકારનું ભાડું રૂ. 1440 છે, જેમાં રૂ. 974 બેઝ ફેર, રૂ. 40 રિઝર્વેશન ચાર્જ, રૂ. 45 સુપરફાસ્ટ ચાર્જ, રૂ. 53 જીએસટી તથા 328 કેટરિંગ ચાર્જ. એક્ઝિક્યુટિવના 2650 ભાડામાં 2018 બેઝફેર, 60 રિઝર્વેશન ચાર્જ, 75 સુપરફાસ્ટ ચાર્જ, 108 જીએસટી તથા 389 કેટરિંગ ચાર્જનો સમાવેશ છે.
ચા, નાસ્તો, હાઈ-ટી, લંચ-ડિનર અપાશે
હેલ્થ કોન્શિયસ લૉ કૅલરી મિલેટ રિચ રિજનલ મેનૂ સાથે આવશે. સવારની ચા, નાસ્તો, હાઈ-ટી, લંચ અને ડિનરનો સમાવેશ થાય છે. રાગી, ભગર, અનાજ, ઓટ્સ, મુસલી વગેરેમાંથી બનાવેલા હેલ્થ કોન્શિયસ અને ઓછી કૅલરીવાળા ખાદ્યપદાર્થો મેનુમાં રહેશે. સ્થાનિક ખેડૂતો પાસેથી મેળવેલી મગફળી સાથે ‘પીનટ ચિક્કી’ અપાશે.
વડાપ્રધાને પહેલાં રેલ કર્મીઓ સાથે વાત કરી
તેમણે અમને ટ્રેન કેવી રીતે લોકોને ફાયદો પહોંચાડશે, તેમ પૂછ્યું હતું. જવાબમાં મેં આ એક પ્રાઇડ મોમેન્ટ છે. મુંબઈ જેવા બિઝનેસ હબ સાથે જોડાયેલી વધુ એક ટ્રેન શરૂ થતાં લોકો માટે તેનો ફાયદો થશે કહ્યું હતું. – રિચા દલવાણી
જાણવા માંગો છો તે બધુ જ કયા સ્ટેશન પર ક્યારે પહોંચશે
ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ
સ્ટેશન | અરાઈવલ | ડિપાર્ચર | હોલ્ડટાઈમ | ડિસ્ટન્સ |
ગાંધીનગર | 0 | 2:05 PM | 0 | 0 |
અમદાવાદ | 2:40 PM | 2:50 PM | 10 મિનિટ | 29 કિમી |
વડોદરા | 4:00 PM | 4:05 PM | 5 મિનિટ | 128 કિમી |
સુરત | 5:40 PM | 5:43 PM | 3 મિનિટ | 257 કિમી |
મુંબઈ સેન્ટ્રલ | 8:35 PM | 0 | 0 | 520 કિમી |
મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર
મુંબઈ સેન્ટ્રલ | 0 | 6:10 AM | 0 | 0 |
સુરત | 8:50 | 8:53 | 3 મિનિટ | 263 કિમી |
વડોદરા | 10:20 | 10:25 | 5 મિનિટ | 392 કિમી |
અમદાવાદ | 11:35 | 11:40 | 5 મિનિટ | 491 કિમી |
ગાંધીનગર | 0 | 12:30 | 0 | 520 કિમી |
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.