Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓગસ્ટ મહિનામાં ડ્રગ્સ સાથે 4 આરોપીને ઝડપી પાડ્યા હતા. આ 4 આરોપીઓ પાસેથી અન્ય 5 પેડલરને ડ્રગ્સ વેચ્યું હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે વધુ 5 પેડલરને પકડ્યા હતા. ત્યારે આ પેડલરે અન્ય 4 ઇસમોને ડ્રગ્સ આપ્યું હતું જેની ક્રાઈમ બ્રાન્ચે આજે ધરપકડ કરી છે. ડ્રગ્સના એક કેસમાં ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં કુલ 13 આરોપીની ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચે 5 આરોપીની ધરપકડ કરી
13 ઓગસ્ટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધનુષ આસોડિયા, મનુ રબારી, ઇંદ્રિશ શેખ, મોહમ્મદ ઇરફાન શેખની 289 ગ્રામ ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. આ આરોપીઓએ અલ્તમાસ મન્સૂરી, સમીર ખાન, શબ્બીર શેખ, શાહિદ કુરેશી અને સમીરૂંદ્દીન શેખને ડ્રગ્સ આપ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાન્ચે અન્ય 5 આરોપીની ધરપકડ કરી હતી.
કુલ 13 આરોપીઓની ધરપકડ
આ 5 આરોપીઓએ અન્ય 4 પેડલરને ડ્રગ્સ વેચ્યું હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે મોહમ્મદ તોફિક શેખ, શાબિર શેખ, મુસેબ શેખ અને ઇરફાન હુસેન બથ્થાની ધરપકડ કરી હતી. આમ ડ્રગ્સ કેસમાં અલગ-અલગ એમ અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ડ્રગ્સના કારોબારમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું?
પકડાયેલા આરોપીઓમાંથી મોહમ્મદ તોફિક શેખ અગાઉ કારંજમાં જુગારના કેસમાં પકડાયો છે. આરોપીઓ એમડી ડ્રગ્સ મેળવી આગળ કોને કોને વેચાણ કરવાના હતા, પોતે ડ્રગ્સનું સેવન કરે છે કે નહીં તથા ડ્રગ્સના કારોબારમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે. તે દિશામાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.