Gujrat:ભર યુવાનીમાં બે મિત્ર કાળને ભેટ્યા,રાજકોટમાં ટ્રક અને કાર સામસામે અથડાતાં કારનો કચ્ચરઘાણ, માતાજીના માંડવાનું વીડિયો શૂટિંગ કરી પરત વીરપુર જઈ રહેલા બે મિત્રનાં મોત

Views: 129
1 0
Spread the love

Read Time:4 Minute, 57 Second

Gujrat:રાજકોટના મવડી ગામ આવેલા નવા 150 ફૂટ રિંગ રોડ પર ટીલાળાચોક પાસે ક્લોરિન ગેસના બાટલા ભરેલી ટ્રક અને વેગનાર કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી. એમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો, આથી કારમાં બેઠેલા બે મિત્ર આશિષ અને તેના મિત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે આશિષના મોટા ભાઈ આકાશને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. ત્રણેય વીરપુરથી રાજકોટ માતાજીના માંડવાનું વીડિયો શૂટિંગ કરવા આવ્યા હતા. ત્યારે આજે વીરપુર પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો.

જેક અને જેસીબીની મદદથી ત્રણેયને કારમાંથી બહાર કઢાયા
નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ટીલાળાચોક પાસે આજે વહેલી સવારે અમદાવાદથી જામનગર તરફ જતી ક્લોરિન ગેસના બાટલા ભરેલી ટ્રક અને વીરપુર તરફ જતી વેગનાર કાર સામસામે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્‍માતમાં કારનો બુકડો બોલી ગયો હતો. બનાવ બનતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. કોઈએ 108માં જાણ કરતાં ટીમ દોડી આવી હતી. બુકડો બોલી ગયેલી કારમાં ત્રણ યુવાન ફસાયેલા હોવાથી તેમને બહાર કાઢવા માટે રાજકોટ ફાયરબ્રિગેડને જાણ કરાતાં ટીમ દોડી આવી હતી. ફાયરબ્રિગેડની ટીમે જેક અને જેસીબીની મદદથી કારમાં દબાયેલા ત્રણેય યુવાનોને બહાર કાઢ્યા હતા. બાદમાં બનાવની જાણ થતા લોધિકા પોલીસ દોડી આવી હતી.

આકાશ અને આશિષ બન્ને ભાઈ વીડિયો શૂટિંગનું કામ કરતા
આ અકસ્‍માતમાં આકાશ જયંતીભાઇ મેર (ઉં.વ.22ર હે. વીરપુર)ને માથા તથા શરીરે ઇજા થઇ હોવાથી તેને રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો, જ્યારે બીજા બે યુવાન આશિષ જયંતીભાઇ મેર (ઉં.વ.20) અને તેના મિત્રને લોધિકા ખસેડવામાં આવ્‍યા હતા, પરંતુ અહીં આશિષ અને તેના મિત્રનું મૃત્‍યુ નીપજ્યું હતું. વીરપુરમાં રહેતા આકાશ અને તેનો નાનો ભાઇ વીડિયો શૂટિંગનું કામ કરે છે. રાજકોટ રણુજા ગામમાં માતાજીનો માંડવો હોઈ, ત્રણેય 12 નવેમ્બરે રણુજા ગામમાં માતાજીના માંડવાનું શૂટિંગ કરવા આવ્‍યા હતા. કામ પૂર્ણ કરી ત્રણેય આજે વહેલી સવારે વેગનાર કારમાં બેસી વીરપુર જતા હતા. આ બનાવ અંગે લોધિકા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગઈકાલે ગોંડલમાં અકસ્માતમાં ઘવાયેલા યુવાને દમ તોડ્યો
ગોંડલની ગુંદાળા ચોકડી પાસે બે દિવસ પહેલાં રાત્રિના એક્ટિવા અને હોન્ડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવાસવાર રવિ વાજાને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અંતે, તે મૃત્યુ પામતાં ઘરનો આધારસ્તંભ ગુમાવતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

બચી શકે એમ ન હોવાનું ડોક્ટરે કહ્યું હતું
ગોંડલની ગુંદાળા ચોકડી પાસે બે દિવસ પહેલાં રાત્રિના એક્ટિવા અને હોન્ડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવાસવાર રવિ જેન્તી વાજા (ઉં.વ. 34)ને ગંભીર ઇજા થતાં સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ડોક્ટરે યુવાન બચી શકે એમ ન હોવાનું કહીને ઘરે લઈ જવાનું કહેતાં પરિવારના સભ્યોમાં આક્રંદ છવાયો હતો.

ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો
ICU એમ્બ્યુલન્સ મારફત યુવાનને ઘરે લઈ જતી વેળાએ જ યુવાનની તબિયત વધુ બગડતાં ગોંડલ સિવિલ હોસ્પિટલે લઈ જતાં હોસ્પિટલના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કરતાં પરિવારના સભ્યો પર આભ તૂટી પડ્યું હતું. ત્યાર બાદ મૃતકના મૃતદેહને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતક યુવાન મોવિયા ગોવિંદનગર બસસ્ટેન્ડ પાસે રહેતો હતો. પરિવારમાં બે ભાઈમાં મોટો હતો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed