Gujarat Elections update: બપોરના 1 વાગ્યા સુધીમાં કુલ 31 ટકા મતદાન, ડાંગ અને તાપી સૌથી અવ્વલ તો દ્વારકા સૌથી પાછળ

Views: 255
0 0
Spread the love

Read Time:12 Minute, 59 Second

Gujarat Elections update:ગુજરાતમાં બપોરના 1 વાગ્યા સુધીમાં કુલ 31 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધારે મતદાન ડાંગ અને તાપી જિલ્લામાં થયું છે. આ બંને જિલ્લામાં 35 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન દ્વારકા જિલ્લામાં 28 ટકા થયું છે. વરરાજાના અનોખા કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે કચ્છના ગાંધીધામમાં લગ્ન પહેલા વરરાજાએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી છે. વરરાજાએ ગોડા પર બેસતા પહેલા મતદાન કર્યું છે. અમરેલી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કૌશિક વેકરીયાએ પોતાના ગામ દેવરાજીયા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું છે. સમગ્ર ગામના લોકો કૌશિક વેકરીયાની આગેવાનીમાં વાજતે ગાજતે મતદાન મથકે પહોંચ્યા હતા.

રાજ્યમાં 1 વાગ્યા સુધીમાં રાજ્યમાં 31% મતદાન
સૌથી વધુ ડાંગ અને તાપી જિલ્લામાં 35% મતદાન
સૌથી ઓછુ દ્વારકામાં 28% મતદાન

ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જામનગર 30-30% મતદાન
કચ્છ, બોટાદ, સુરત, ભરૂચ અને જૂનાગઢમાં 29-29% મતદાન
પોરબંદર 28% મતદાન
નર્મદામાં 33% અને નવસારીમાં 32% ટકા મતદાન
વલસાડ અને મોરબીમાં 32-32% મતદાન
રાજકોટમાં 31% મતદાન

ગુજરાતમાં આજે 89 બેઠક પર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 89 બેઠક પર ઉમેદવારો અને આમ જનતા મતદાન માટે ભારે ઉત્સાહ બતાવી રહી છે. ત્યારે નવા આંકડા પ્રમાણે 12 વાગ્યા સુધીમાં સરેરાશ 24 ટકા મતદાન થયું હતું. હજુ પણ લોકો મતદાન કરી રહ્યા છે. એ વચ્ચે અમુક કિસ્સાઓની વાત કરવામાં આવે તો…

જો વાત કરીએ રાજકોટની તો ત્યાં પણ એક વરરાજાએ લગ્ન પહેલા રામનાથપરા જૂની જેલની સામે શાળા નંબર 16 ખાતે મતદાન કર્યું હતું. કેવલ ભાવસાર નામના વરરાજા મતદાન કરવા આવ્યા ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે તેમને લગ્નની શુભકામના પાઠવી હતી

એ જ રીતે વાત કરીએ તો ભવનાથમાં સાધુ-સંતોએ પણ મતદાન કર્યું છે. ભારતીય સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ હરિગીરી બાપુએ મતદાન કર્યું છે. ગીરનાક મહામંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ મતદાન કર્યું. ભાવનગરમાં સદી વટાવી ચૂકેલા ગોળીબાર મંદિરના મહંત મદન મોહનદાસ બાપુએ પણ મતદાન કર્યું છે. મદન મોહનદાસ બાપુની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ મતદાન કરવા પહોંચ્યા હતા જેથી એ એક ઉદાહરણ બની રહ્યા છે

તો વળી ગીર સોમનાથ જિલ્લાના વન વોટર માટે બૂથ પર સંત હરિદાસ બાપુએ મતદાન કર્યું હતું અને સાથે જ સૌ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે. ભારત દેશની અંદર આ એકમાત્ર એવું બુથ છે જે માત્ર એક જ વ્યક્તિના વોટ માટે ગીર જંગલની મધ્યમાં તૈયાર કરવામાં આવે છે. 15 વ્યક્તિના ઇલેક્શન સ્ટાફ સાથે વિધિવત રીતે એક બુથ ઊભું કરે છે. જેમાં ગીર જંગલની મધ્યમાં આવેલ બાણેજા આશ્રમના મહંત હરિદાસ બાપુ અચૂક મતદાન કરે છે.

આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 89 બેઠક પર ઉમેદવારો અને આમ જનતા મતદાન માટે ભારે ઉત્સાહ બતાવી રહી છે. ત્યારે નવા આંકડા પ્રમાણે 12 વાગ્યા સુધીમાં સરેરાશ 24 ટકા મતદાન થયું છે. એ વચ્ચે કોંગ્રેસના ઉમેદવારો બિરસા મુંડાના ફોટા સાથે મતદાન કરવા આવ્યા હતા.

12 વાગ્યા સુધીમાં રાજ્યમાં 24% મતદાન
સૌથી વધુ ડાંગ અને તાપી જિલ્લામાં 30% મતદાન
સુરત-ભરૂચ-દ્વારકા-બોટાદમાં 23% મતદાન
કચ્છમાં 24%, જામનગર 25%
સુરેન્દ્રનગરમાં 24%, ગીર સોમનાથ 24%
જૂનાગઢ 25%, પોરબંદર 23%
ભાવનગરમાં 24%, બોટાદમાં 23%
અમરેલીમાં 24%, રાજકોટમાં 25%
મોરબીમાં 26%, ભરૂચમાં 23%
નર્મદામાં 28%, સુરતમાં 23%
નવસારીમાં 27%, તાપીમાં 30%
વલસાડમાં 26% મતદાન નોંધાયુ.

ગુજરાતના ભુજમાં વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ મતદાન કર્યું. પ્રથમ તબક્કામાં ગુજરાતમાં 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.

ગુજરાતમાં સવારે 11 વાગ્યા સુધી 19% મતદાન થયું હોવાના અહેવાલ હતા. સુરતના કતારગામમાં ધીમા મતદાનનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. 89 વિધાનસભા બેઠકો પર લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સવારથી મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. 11 વાગ્યા સુધીમાં સરેરાશ 19 ટકા મતદાન નોંધાયું હતું. ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાનને લઈને કેટલીક જગ્યાએ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં લગ્ન કર્યા પછી, એક યુગલ સીધા મતદાન મથક પર ગયા અને મતદાન કર્યું. ખંભાળિયા બેઠક ઘણી હાઈપ્રોફાઈલ ગણાય છે. અહીં મુકાબલો ભાજપના મૂળુભાઈ સાથે AAPના CM ઉમેદવાર ઈસુદાન ગઢવી અને INCના વિક્રમ માડમ વચ્ચે છે.

પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે સંસ્થાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. પટેલે કહ્યું છે કે ખોડલધામે કોઈ પક્ષે પ્રચાર કર્યો નથી. આવી સ્થિતિમાં લોકોએ પોતાની ઈચ્છા મુજબ મતદાન કરવું જોઈએ. રાજકોટમાં આવેલ ખોડલધામ પાટીદાર સમાજમાં ઘણી ઓળખ ધરાવે છે. 2022ની ચૂંટણી પહેલા નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની લાંબી ચર્ચા ચાલી હતી, બાદમાં નરેશ પટેલે રાજકારણમાં આવવાની ના પાડી દીધી હતી.

ગુજરાતની સૌથી સંવેદનશીલ રાજકોટની ગોંડલ બેઠક પર નવો ધમધમાટ સામે આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજાએ ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહ જાડેજા પર નિશાન સાધ્યું છે. તેમણે મતદાન પરિસરમાં ઇન્ટરવ્યુ આપવા માટે આચારસંહિતાનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ સમગ્ર મામલે પ્રિસાઇડીંગ ઓફિસર જયરાજસિંહ જાડેજાના એજન્ટ હોવાનો આક્ષેપ કર્યો છે. અનિરુદ્ધ સિંહના સ્ટેન્ડને ધ્યાનમાં રાખીને રિબડા વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું છે. કોંગ્રેસે અહીંથી યતીશ દેસાઈને ટિકિટ આપી છે.

આમ આદમી પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રવક્તા રેશ્મા પટેલે જૂનાગઢમાં મતદાન કર્યું હતું. રેશ્મા પટેલે મતદાન સ્થળ પર પહોંચીને કતારો લગાવીને મતદાન કર્યું હતું અને પછી લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. રેશ્મા હાલમાં જ AAPમાં જોડાઈ છે. આ પહેલા તે ગુજરાતમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ હતા.

પ્રથમ તબક્કામાં જિલ્લા પ્રમાણે મતદાન ની ટકાવારી 18.72

સૌથી વધુ જિલ્લામાં થયું મતદાન ડાંગ 24.00

સૌથી ઓછું જિલ્લામાં થયું મતદાન પોરબંદર 16.49

જિલ્લા પ્રમાણે વિગતો

અમરેલી 19
ભરૂચ. 17.57
ભાવનગર 18.84
બોટાદ. 18.50
ડાંગ. 24.99
દેવભૂમિ દ્વારકા 15.86
ગીર સોમનાથ 20.75
જામનગર 17.85
જુનાગઢ 18.85
કચ્છ 17.62
મોરબી 22.27
નર્મદા 23.73
નવસારી 21.79
પોરબંદર 16.49
રાજકોટ 18.98
સુરત 16.54
સુરેન્દ્રનગર 20.67
તાપી. 26.47
વલસાડ. 19.57

ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. મતદાનના પ્રથમ ત્રણ કલાકમાં 15 ટકા મતદાન થયું છે. 89 સીટોની પ્રથમ લડાઈમાં અત્યાર સુધીમાં ઘણી મોટી હસ્તીઓએ પોતાનો મત આપ્યો છે. જામનગર ઉત્તરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ મતદાન કર્યું હતું, જ્યારે અમરેલીમાં ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા અને કોંગ્રેસના નેતા અને ઉમેદવાર પરેશ ધાનાણીએ મતદાન કર્યું હતું. તેઓ ગેસ સિલિન્ડર લઈને પહોંચ્યા. એક તરફ મતદાન ચાલી રહ્યું છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ સુરતના કતારગામમાં ધીમી ગતિએ મતદાન થવાનો મોટો આરોપ લગાવ્યો છે. ઈટાલિયાએ ટ્વીટ કરીને ચૂંટણી પંચ પર પણ નિશાન સાધ્યું છે. ઇટાલિયા પોતે કતારગામથી ઉમેદવાર છે. અત્યાર સુધીમાં સૌથી વધુ મતદાન વલસાડની કપરાડા વિધાનસભામાં થયું છે. અને હજુ સુધી ડાંગ જિલ્લાના મોતી ડબાસ ગામમાં એક પણ મત પડ્યો નથી. રોડની માંગ માટે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.

સવારે 9 વાગ્યા સુધી મતદાનનો આંકડો જોઈએ તો – અમરેલીમાં 4.68%, ભરૂચમાં 4.57%, ભાવનગરમાં 4.78%, બોટાદમાં 4.62%, ડાંગમાં 7.76%, દેવભૂમિ દ્વારકામાં 4.09%, ગીર સોમનાથમાં 5.17%, જામનગરમાં 4.42%. જૂનાગઢ, કચ્છમાં 5.06 ટકા, મોરબીમાં 5.17 ટકા, નર્મદામાં 5.30 ટકા, નવસારીમાં 5.33 ટકા, પોરબંદરમાં 3.92 ટકા, રાજકોટમાં 5.04 ટકા, સુરતમાં 4.01 ટકા, સુરેન્દ્રનગરમાં 5.41 ટકા, તાપીમાં 7.25 ટકા અને વલસાડમાં 5.58 ટકા મતદાન થયું હતું.

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને 89 બેઠક પર લોકોએ પોતાની પસંદગીના નેતાને મત આપવાનું નક્કી કર્યું છે. પરંતુ આ પહેલાની ચૂંટણીની વાત કરીએ તો ગુજરાતમાં 4 કરોડ 33 લાખ મતદારો 25 સપ્ટેમ્બર 2017 મુજબ નોંધણી થયેલા છે. ત્યારે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કાઓમાં 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બર 2017ના રોજ યોજાઈ હતી.

આજે ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે 89 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે મતદારોની જો વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં યુવા મતદારોને આકર્ષવા ચૂંટણી પંચે 182 વિધાનસભા બેઠક દીઠ એક યુવા મતદાન મથક તૈયાર કર્યું છે. જેમાં અધિકારી તરીકે યુવાઓને જ નીમવામાં આવ્યાં છે. રાજ્યના મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી પી ભારતીએ ચૂંટણી તંત્રની વ્યવસ્થાઓની તમામ જાણકારી આપી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed