August 16, 2026

Nari Tu Narayani

News Website

PM Modi:હવે ઉત્તર અને મધ્ય ગુજરાતનો વારો;વડાપ્રધાનની આજે ચાર મહાસભા, સૌપ્રથમ બનાસકાંઠામાં જનમેદનીને સંબોધન કરશે

Views: 309
0 0
Spread the love

Read Time:2 Minute, 29 Second

PM Modi:રાજ્યમાં વિધાનસભાની 182 પૈકી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકોના ભાવિ ગઇકાલે ઇવીએમમાં સીલ થઇ ચૂક્યા છે. હવે બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરે યોજાશે. ત્યારે આવતીકાલે એટલે કે 3 ડિસેમ્બર પ્રચાર માટેનો આખરી દિવસ છે. એટલે આજે અને આવતીકાલે ટોચના નેતાઓ મધ્ય અને ઉત્તર ગુજરાતની બેઠકો કબ્જે કરવા સભાઓ ગજવશે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર કરશે અને 4 સ્થળે સભા સંબોધશે. જેમાં બનાસકાંઠાના કાંકરેજમાં નાથપુરા ગામે દેવ દરબાર જાગીર મઠ, પાટણમાં યુનિવર્સિટી ગ્રાઉન્ડ, આણંદના સીબી પટેલ ઈગ્લિશ મીડિયમ સ્કૂલ અને અમદાવાદના સરસપુરમાં વિક્રમ મિલ કમ્પાઉન્ડ ખાતે જનસભા સંબોધશે.

વડાપ્રધાને અમદાવાદમાં 54 કિલોમીટર લાંબો રોડ શો કર્યો
અમદાવાદમાં 1 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 54 કિલોમીટરનો મેરેથોન રોડ શો ચાંદખેડા ખાતે પૂર્ણ થયો હતો. સાંજે 5.15 વાગ્યે નરોડા ગામથી શરૂ થયેલો વન મેન મેગા રોડ શો રાતે 9 વાગ્યે ચાંદખેડા ચાર રસ્તા ખાતે પૂર્ણ થયો હતો. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની 13 વિધાનસભા અને ગાંધીનગરની એક વિધાનસભા મળી કુલ 14 વિધાનસભામાં ફરી વળ્યો હતો. આ રોડ-શોમાં છેકથી છેક સુધી રોડની બંને તરફ અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા. મેગા રોડ શોમાં 3.45 કલાક સુધી વડાપ્રધાન મોદીએ હાથ હલાવીને લાખો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

પહેલા તબક્કામાં 8 ટકા જેટલું ઓછુ મતદાન થયું
પહેલા તબક્કાનું અંદાજિત 60.35 ટકા મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 58 ટકા જેટલું મતદાન થયું છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં 66 ટકા જેટલું મતદાન નોંધાયું છે. આમ સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત કરતા 8 ટકા જેટલું ઓછુ મતદાન થયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love