Gujarat:સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પાર્કિંગમાં રહેલી રિક્ષામાં આગ ફાટી નીકળી, આસપાસ પાર્ક કરેલી તમામ રિક્ષાઓ આગની ઝપેટમાં આવી

Views: 177
0 0
Spread the love

Read Time:4 Minute, 45 Second

Gujarat: નર્મદા જિલ્લાના એકતાનાગર કેવડીયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઈ-કાર અને ઈ- રિક્ષાઓની સુવિધા તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે. પિંક ઈ-રિક્ષાઓ એક્ટનગરીમાં 100 જેટલી ફરે છે. ત્યારે ગતરાત્રિના એક ચાર્જિંગ પોઇન્ટથી 35 ફૂટ દૂર પાર્કિંગમાં પડેલી 20 રિક્ષાઓમાં અચાનક જ આગ લાગી અને 20 જેટલી ઈ-રિક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ છે.

પિંક રીક્ષા મહિલાઓ જ ચલાવી SOUની સેર કરાવે છે
વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા SOU હાલના એકતાનગરને દેશની પેહલી ગ્રીન અને ઇલેક્ટ્રિક શહેર જાહેર કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા આ અંગે વર્કશોપ, સર્વિસ સ્ટેશન બનાવી મહિલાઓને પિંક ઇ-રીક્ષા ચલાવવાની તાલીમ પણ અપાઈ હતી. જે બાદ કવિક અને હાઈ વોલ્ટેજ ચાર્જના ઇ-સ્ટેશનો પણ ઠેર ઠેર સ્થાપિત કરી તબક્કાવાર SOU કેવડિયામાં 25-25 કરી ઇ-રિક્ષાઓ પ્રવાસીઓ માટે દોડતી કરવામાં આવી હતી. જે પિંક રીક્ષા મહિલાઓ જ ચલાવી રહી છે. આજે કેવડિયા ઇસિટીમાં 100થી વધુ ઇ-રીક્ષા પ્રવાસીઓ માટે દોડી રહી છે

ચાર્જિગ સ્ટેશન ઉપર એક સાથે 20 ઇ-રીક્ષા…
બુધવારે રાતે SOU પરિસર બંધ થયા બાદ ચાર્જિગ સ્ટેશનથી 35 ફૂટ દૂર પાર્કિંગમાં 20 ઇ-રીક્ષા મૂકી હતી. ગુરુવારે મળસ્કે આશરે 3 વાગ્યાના સુમારે એકાએક રીક્ષા સળગવા લાગી હતી અને જોતજોતામાં તમામ પિંક ઇલેક્ટ્રિક રીક્ષા ભડકે બળી કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. સાગમટે 20 રીક્ષા સળગી ઉઠવાની જાણ થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સત્તા મંડળ અને ફાયર બ્રિગેડ સહિત પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. હાલ તો હાઈ વોલ્ટેજના કારણે ચાર્જમાં મુકેલી રીક્ષા બળીને રાખ થઈ ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે ટેક્નિકલ અને નિષ્ણાતોની ટીમ ઘટના હાઈ વોલ્ટેજ, બેટરી ફાટવા કે ઓવર ચાર્જીંગના લીધે ઘટના બની તેની તપાસ કરી રહી છે. વધુમાં કોઈ અનિચ્છનીય બનાવ કે ભાંગ ફોડીયા તત્વ દ્વારા પણ આ કૃત્ય કરાયું છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચલાવાઈ રહી છે.

એકવાર અકસ્માતમાં સ્પેરપાર્ટ પણ અલગ થઈ ગયા હતા
અત્રે ઉલ્લેખનિય છે કે, આ પિંક રિક્ષાઓ અહીંયા જે આપવામાં આવી છે તેની ગુણવત્તા સામે પ્રશ્ન ઉભો થયો છે. પહેલા પણ રિક્ષાઓમાં ચાર્જિંગ સમયે આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી અને એકવાર અકસ્માતમાં પલ્ટી ખાઈ જાત બધા સ્પેરપાર્ટ પણ અલગ થઈ ગયા હતા. ત્યારે આ પિંક રીક્ષા હાલમાં એકતાનાગરમાં એક જોખમ સ્વરૂપ બની છે. જો ચાલુમાં પ્રવાસીઓ બેઠા હોય અને અચાનક આગ લાગી જાય તો મોટી જાનહાનિ સર્જાય એમાં કોઈ નવાઈ નથી. એટલે આ પિંક રીક્ષા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે સરકાર આ કોન્ટ્રકટ રદ કરી ગુણવત્તા વાળી રિક્ષાઓ મંગાવે એવી પણ હાલ અધિકારીઓ ચર્ચા કરી રહ્યા છે.

ઘટના બને અને સાંજે કોઈ આપણું અંગત ઘરે ન પહોંચે તો?
આ ઘટના વિશે એક પ્રવાસી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ ઘટના બની એ ખૂબ જ દુઃખદ ઘટના છે. સુરક્ષાની રીતે ગવર્મેન્ટે આ ઘટના પર થોડૂ ધ્યાન આપવું જોઈએ. આ જે ઈ-રિક્ષાઓ ચાલે છે. જેમાં કોઈ પેસેન્જર બેઠા હોય અને ઘટના બને અને સાંજે કોઈ આપણું અંગત ઘરે ન પહોંચે તો બહુ દુઃખ થાય. માટે આવી ઘટના ન બને તે માટે સરકારે કડક પગલા લેવા જોઈએ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed