Amreli:ખેડુતો-પશુપાલકોની સમસ્યાઓને ભૂતકાળ  બનાવવા માટે રાજય સરકાર કટિબધ્ધ છે

Views: 153
1 0
Spread the love

Read Time:3 Minute, 53 Second

Amreli:વાંકિયા ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર સંપન્ન

પશુપાલન ખાતા દ્વારા અમરેલી જિલ્લાના વાંકિયા ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય કરી નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઇ વેકરિયાએ શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો.

પશુપાલન શિબિરમાં નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઇ વેકરિયાએ જણાવ્યુ કે, ખેડુતો-પશુપાલકોની સમસ્યાઓને ભૂતકાળ બનાવવા માટે રાજય સરકાર કટિબધ્ધ છે. રાજય સરકારે આ બજેટમાં ટ્રેકટર ખરીદી સબસીડી વધુમાં વધુ ખેડુતો સુધી પહોંચે તે માટે અમલવારી કરી છે. ટ્રેકટર સાથે ખેતીકામમાં ઉપયોગી ટ્રોલી ખરીદી માાટે રુ.૩૦ હજાર અને સનેડા માટે રુ.૨૫ હજારની સહાય ચૂકવવાની જાહેરાત પણ બજેટમાં કરવામાં આવી છે.

શ્રી વેકરિયાએ વધુમાં કહ્યુ કે, અમરેલી જિલ્લાનો મુખ્ય વ્યવસાય એ ખેતી અને પશુપાલન છે ત્યારે પશુપાલકોને પશુપાલન ક્ષેત્રમાં રહી ગયેલા પછાતપણાને દૂર કરવા સારી પશુ ઓલાદ અને તેની માવજત કરવામાં આવે તે આવશ્યક છે. ગાયમાં આઇવીએફ કરવું અને ઉચ્ચ ઓલાદ મેળવવી, વધુ ઉત્પાદન માટે સબસીડી અને સહાય પણ રાજય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.

નાયબ પશુપાલન નિયામક ડૉ. કુનડીયા દ્વારા પશુપાલન વ્યવસાય વધુ નફાકારક કઈ રીતે કરવું, પશુઓમાં આવતા રોગ અટકાવવા, પશુને ખોરાકને ક્યારે આપવો, રસીકરણ કરાવવું, પશુને જન્મ આપે ત્યારે પશુ માટે રાખવાનું ધ્યાન રાખવાના બાબતો સહિતના મુદ્દાઓ જણાવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં યોજવામાં આવી રહેલા ખરવા મોવાસા સહિતના રસીકરણ કાર્યક્રમમાં ગ્રામજનોને સહકાર આપવા ડૉ. કુનડીયાએ અનુરોધ કર્યો હતો.

શિબિર કાર્યક્રમમાં નાયબ પશુપાલન નિયામક (ઘનિષ્ઠ પશુસુધારણા યોજના) ડૉ. દેસાઈ દ્વારા આદર્શ પશુપાલન અને પશુઓની માવજત વિશે માર્ગદર્શન આપ્યું હતું. 

આ શિબિરમાં ડૉ. નિકુંજ પડિયા દ્વારા સ્વચ્છ દૂધ ઉત્પાદન, આધુનિક પદ્ધતિથી પશુપાલન, સારી ઓલાદ થકી વધુ દૂધ ઉત્પાદન, કૃત્રિમ બીજદાન, યોગ્ય ઉછેર અને માવજત, નિયમિત રીતે રસીકરણ કરાવી વિવિધ રોગોથી પશુઓને બચાવી શકાય છે. તેમણે પશુપાલન થકી થતી વધારાની આવક વિશે પણ માહિતી આપી હતી.

અમર ડેરી ચેરેમેનશ્રી અશ્વિનભાઇ સાવલીયા અને જિલ્લા પંચાયત પશુપાલન શાખા ચેરમેનશ્રી નરેન્દ્રભાઇ ફિણવીયાએ પશુપાલન, પશુ ઉછેર અને માવજત વિશેના મુદ્દાઓ પર પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ.

કાર્યક્રમમાં વાંકીયાના સરપંચશ્રી નયનાબેન, સાજિયાવદરના સરપંચશ્રી હરેશભાઇ ધાધલ,  જિલ્લા પંચાયત પશુપાલન શાખાના નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ. ગૌરવ ગોસ્વામી,  અગ્રણી સર્વશ્રી અમિતભાઇ રાદડીયા, શ્રી ચતુરભાઇ ગોંડલિયા, ખેડુતો-પશુપાલકો અને ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed