અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા MD ડ્રગ્સના 24 લાખના જથ્થા સાથે 3 ઈસમોની ધરપકડ કરી! કચ્છમાં ATS એ પણ 280 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું
ગુજરાતમાંથી ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત છે. સોમવારે ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 280 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ બનાવની શાહી હજુ તો સુકાઈ નથી ત્યાં આજે ફરી એક વખત અમદાવાદમાંથી 3 ઈસમો ડ્રગ્સ સાથે પકડાયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સોનીની ચાલી નજીકથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 24 લાખનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.
આ સાથે ક્રાઈમ બ્રાન્ચે 3 ઈસમોની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે MD ડ્રગ્સના જથ્થા સાથે 3 શખ્સોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કચ્છમાં જખૌના દરિયાકાંઠા નજીક ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડની ટીમે વધુ એક ઓપરેશનમાં 280 કરોડની કિંમતનું 56 કિલો હેરોઈન પકડી પાડયું હતું. રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ આ ઓપરેશન વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ ઓપરેશનમાં પાકિસ્તાનની બોટ અલહજમાં સવાર 9 પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના ડ્રગમાફિયા મુસ્તુફાએ આ કન્સાઈન્મેન્ટ મોકલ્યું હતું. જોકે, કોસ્ટ ગાર્ડની બોટ જોઈને ડ્રગ-પેડલર્સે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેમને રોકવા કોસ્ટગાર્ડની ટીમે ગોળીબાર કર્યો હતો, જેમાં 3થી 4 ડ્રગ-પેડલર ઈજાગ્રસ્ત થયા હતા.
જ્યારે પોલીસે બોટ સર્ચ કરતાં એમાંથી 56 પેકેટમાંથી 56 કિલો હેરોઈન(કિંમત રૂ.280 કરોડ)નું મળી આવ્યું હતું. જોકે આ ડ્રગ્સ બોટમાં ક્યાંથી ભરવામાં આવ્યું હતું અને ઉત્તર ભારતમાં ક્યાં આપવાનું હતું એ માહિતી મુસ્તુફા સિવાય બીજું કોઈ જાણતું ન હોવાથી પોલીસે એ દિશામાં તપાસ શરુ કરી છે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.