ઘણીવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા છતાં વાહન ચોરી, મોબાઈલ ચોરી જેવા કિસ્સામાં પોલીસ ફરિયાદ લેતી નથી અને તમને પોલીસ સ્ટેશનના ધરમ ધક્કા ખાવા પડે છે. આખરે એમ થાય કે આના કરતાં પોલીસ સ્ટેશને ના આવ્યા હોત તો સારું… ગુજરાત પોલીસે નાગરિકોના મનની આ માનસિકતાને પોઝિટીવીટીમાં ફેરવવા માટે નાગરિકોના હીતમાં વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યની જનતા હવે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ FSL યુનિવર્સિટી ખાતેથી ગુજરાત પોલીસની E-FIR સિસ્ટમ ઉપરાંત ટેક્નોલોજી આધારિત નવી સેવાઓનો પ્રારંભ કરાવશે.
E-FIR શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય નથી
ગુજરાત પોલીસે જણાવ્યું હતું કે, ફરિયાદ કર્યાના 48 કલાકમાં પોલીસ સ્ટેશનના PI ફરિયાદીનો સંપર્ક કરશે અને ઘટના સ્થળની મુલાકાત લેશે. આ સિસ્ટમ લાગુ થયા બાદ લોકોને નાનામાં નાની ઘટનાઓ માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે. E-FIR શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય નથી. આ પહેલાં પણ કેટલાક રાજ્યોએ આ સિસ્ટમ લાગુ કરી છે. તો આવો જાણીએ E-FIR કેવી રીતે કરીશું અને તેના માટે કયા પ્રકારની ચીજો જરૂરી છે.
E-FIR સિસ્ટમ આ રાજ્યોમાં લાગુ કરાઈ છે
E-FIR સિસ્ટમ દેશના 15 રાજ્યોમાં લાગુ કરવામાં આવી છે. જેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, આસામ, પંજાબ, ચંદીગઢ, કેરળ, તામિલનાડુ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને રાજસ્થાન સામેલ છે.
E-FIR કેવી રીતે કરાવશો
E-FIR સિસ્ટમ શરૂ કરનારા તમામ રાજ્યો પાસે પોર્ટલ અને વેબસાઈટની સુવિધા છે. તમારી સાથે જે રાજ્યમાં ઘટના બને છે તમે ત્યાંની વેબસાઈટ પર જઈ પોતાની ફરિયાદ દાખલ કરાવી શકો છો. ફરિયાદ દાખલ કરાવવા માટે તમારી પાસે માત્ર બે ચીજો હોવી જરૂરી છે. જેમાં પહેલી એક્ટિવ મોબાઈલ નંબર અને બીજી વર્કિંગ ઈમેલ આઈડી. એક્ટિવ મોબાઈલ નંબર એટલા માટે જરૂરી છે કારણ કે, E-FIR બાદ પોલીસ તમારો સંપર્ક કરશે. જેના માટે ફોન નંબર જરૂરી છે. જ્યારે ઈમેલ આઈડીની જરૂર એટલા માટે હોય છે જેનાથી કેસમાં સત્યની પુષ્ટી કરી શકાય.
E-FIRની સેવા ક્યારે શરૂ થઈ અને કેમ?
ગુજરાતમાં E-FIRની સેવા શરૂ થવા જઈ રહી છે. પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ આ સેવા શરૂ કરવામાં આવી છે. તો આ સેવા કેમ શરૂ કરવામાં આવી તેની જાણકારી મેળવીએ. પોલીસ અધિકારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે આનાકાની કરતા હોય છે. જેના લીધે અનેક વખત સરકારની છબી ખરાબ થઈ ચુકી છે. જેનો જોતાં રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકારને ઓનલાઈન કેસ દાખલ કરવાની સુવિધા લાવવા માટે ભલામણ કરી હતી. 2015માં નવેમ્બરમાં કેન્દ્ર સરકારે ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ્સ (CCTNS) હેઠળ આ સુવિધાને મંજુરી આપી હતી. 2016ના જાન્યુઆરીમાં આ પ્રોજેક્ટ હેઠળ દેશના 15 હજાર પોલીસ સ્ટેશન અને 5 હજાર અધિકારીઓની કચેરીમાં ઓનલાઈન FIRની સુવિધા શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.
આ રીતે કરો ઓનલાઈન FIR
- સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ પર ફરિયાદ કરવી પડશે
- આ એપ પર રજીસ્ટર કરાવી ફોન કે વાહન ચોરીની વિગતો ઓનલાઈન અપલોડ કરવી પડશે.
- ઓનલાઈન અરજીની પ્રિન્ટઆઉટ લઈ તેની પર સહી કર્યા બાદ સહી કરેલી અરજી સ્કેન કરી અપલોડ કરવી પડશે.
- બનાવની વિગતમાં જે પોલીસ સ્ટેશનનું નામ લખ્યું હશે તે પોલીસ સ્ટેશનમાં ઈ-એફઆઈઆર ફોરવર્ડ થશે અને જો નામ લખેલું નહીં હોય તો પોલીસ કમિશનરની કચેરીએ e-FIR ફોરવર્ડ થશે અને પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષક કચેરી સંબંધિત પોલસી સ્ટેશન ખાતે e-FIR મોકલી આપશે.
- પોલીસ સ્ટેશનના અધિકારી ઇ-ગુજકોપના યુઝર આઈ.ડી.થી ઈ ગુજકોપ પર લોગ-ઈન કરી પોર્ટલ વર્કલીસ્ટમાં તે ઇ-ફાયર જોઈ શકશે અને કોઈ પણ સંજોગોમાં 24 કલાકની સમયમર્યાદાની અંદર પ્રથામિક તપાસ અર્થે પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતાં/કર્મચારીની મોકલવાની રહેશે.
- જે તે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપાશે ત્યારે તપાસ અધિકારી અને સાથોસાથ ફરિયાદીને તપાસ અધિકારી Assign થવા અંગે ઇ-મેલ/SMSથી જાણ કરવામાં આવશે.
- તપાસ અધિકારીએ આ પ્રકારની e-FIR મળતાં પ્રથમ e-FIRનો જરૂરી અભ્યાસ કરશે અને અપલોડ થયાના 48 કલાકની સમયમર્યાદામાં ફરિયાદીનો સંપર્ક કરી સંબંધિત દસ્તાવેજોની ખરાઈ કરશે અને વાહન ચોરી/મોબાઇલ ફોર ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે. આ સમગ્ર પ્રક્રિયા e-FIR અપલોડ થયાના 48 કલાકમાં પૂર્ણ કરી e-FIR અંગે પ્રાથમિક તપાસનો અહેવાલ આપવો પડશે.
- થાણા અધિકારી આ અહેવાલ મળ્યાના 24 કલાકની સમયમર્યાદામાં e-FIRનો યોગ્ય નિકાલ કરી ઇ-ગુજકોપમાં દાલખ કરશે. e-FIRમાં ખોટા દસ્તાવેજ હોય અને ખોટી વિગત હોય તો અરજી દફતરે કરશે. સિટીઝન પોર્ટલ/સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ પરથી e-FIR અપલોડ થયાના 72 કલાકમાં નિકાલ કરવાનો રહેશે.
- ઉપરી અધિકારી દ્વારા જાણ થયાના 24 કલાકમાં કાર્યવાહી નહીં કરાય તો નાયબ પોલીસ કમિશ્નર તથા પોલીસ કમિશ્નરને ઇ-મેલ/SMSથી જાણ થશે. આમ, ઇ-ફાયર સંદર્ભે પાંચ દિવસમાં (120 કલાકમાં)માં આખરી નિર્ણય અંગે (Final Disposal)ની કાર્યવાહી કરવામાં નહી આવે તો આવી FIRનો નંબર આપોઆપ ફાળવાશે e-FIR અંગે 5 દિવસમાં કાર્યવાહી નહી કરવા બદલ પોલીસ કમિશ્નર/નાયબ પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષક પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરી તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરશે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.