Ahemdabad : હવામાન વિભાગ ની આગાહી અનુસાર રિવરફ્રન્ટ વોક-વે બંધ કરાયા

Views: 165
1 0
Spread the love

Read Time:1 Minute, 34 Second

Ahemdabad:હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા કેટલાક કલાકોમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. તેમજ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે નર્મદા અને ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે. સાબરકાંઠામાં પડેલ મુશળધાર વરસાદના કારણે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાંથી 76,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

આ કારણોસર અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના નીચેની તરફ લોકો ચાલી અને બેસી શકે, સાઈકલ સવારીનો આનંદ માણી શકે તે માટે જે રચના કરવામાં આવી છે તેમાં મુલાકાતીઓના પ્રવેશ પર નિષેધ લાગુ કરી દેવામાં આવ્યો છે. બુધવારે વહેલી સવારના 09:30 વાગ્યાથી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ બાજુના વોક-વેને મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

વાસણા બેરેજના દરવાજાની અપડેટવાસણા બેરેજ ખાતે 9 દરવાજાને 3 ફૂટ જેટલા જ્યારે 10 દરવાજાઓને ફ્રી ફ્લોમાં ઓપન કરી દેવાયા છે. આમ હાલ બેરેજના કુલ 19 દરવાજાઓ ખોલી દેવામાં આવ્યા છે. સાથે જ સાબરમતી નદીને અડીને આવેલા નીચાણવાળા ગામડાઓમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed