Nari Tu Narayani

News Website

Spice Jet : અમદાવાદ ના એરપોર્ટ પર મુસાફરોએ કર્યો હોબાળો, વારાણસી જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ મોડી ઉપાડવાની સૂચના મળતા મુસાફરો રોષે ભરાયા

1 0
Read Time:1 Minute, 5 Second

Spice Jet:અમદાવાદથી વારાણસી જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ મોડી થવાની જાણકારી મળતા જ મુસાફરોએ હોબાળો કર્યો હતો. ફ્લાઈટમાં મુસાફરી કરનાર કેટલાક લોકો એરપોર્ટ પહોંચ્યાં હતા. ત્યારબાદ તેમને આ અંગેની સૂચના આપવામાં આવી હતી કે, સ્પાઈસ જેટની ફ્લાઈટ 5 કલાક મોડી ઉપડશે. તેથી ફ્લાઈટનો સમય 10:30 બદલીને 3:45 કરવામાં આવેલ છે.

અમદાવાદથી વારાણસી જતી ફ્લાઈટમાં કેટલાક લોકો મુસાફરી કરવાના હતા. આ સમય દરમિયાન મુસાફરોને ફ્લાઈટ મોડી ઉપડવાની છે તેવી સૂચના આપવામાં આવી હતી. મુસાફરોનો આક્ષેપ હતો કે, એરપોર્ટ પર ફલાઈટને લઈને કોઈપણ જાતની સાચી જાણકારી આપવામાં આવી નહોતી. ઉલ્લેખનીય છે કે, અંદાજે ફલાઈટના 100 જેટલા મુસાફરો આ વાત સાંભળતા જ ખુબ રોષે ભરાઈને હોબાળો કર્યો હતો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %