Ahmedabad:ફ્યૂઅલ ઓછું હોવાથી કુવૈતની ફ્લાઈટ દોઢ કલાક મોડી ઉપડી

Views: 173
0 0
Spread the love

Read Time:2 Minute, 30 Second

Ahmedabad:સામાન્ય રીતે ખરાબ વાતાવરણ કે ટેક્નિકલ ખામી સર્જાય તો ફલાઇટ મોડી પડતી હોય છે. પરંતુ આજે ફલાઇટમાં છેલ્લી ઘડીએ ફયૂઅલ ઓછું હોવાનું ધ્યાને આવતા એરપોર્ટ પર દોડધામ મચી હતી. સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી જજીરા એરવેઝની અમદાવાદથી કુવૈત જતી ફલાઇટ સવારે 6.45 કલાકે ટેકઓફ થવાની હતી.

ફલાઇટમાં 150 મુસાફરો સવાર હતા જેમનું સિક્યોરિટી ચેકિંગ થઇને ફલાઇટમાં બેસી ગયા હતા. ફલાઇટમાં બેગેજ લોડ થઇ ગયા બાદ કેપ્ટનને ફ્યૂઅલ ઓછંુ હોવાનું ધ્યાને આવતા ગ્રાઉન્ડ સ્ટાફને મેેસેજ આપ્યો હતો. આમ સ્ટાફે જણાવ્યું કે ફલાઇટમાંથી તમામ મુસાફરોની બેગેજ ઉતારવી પડશે તેમાં વિલંબ થશે. કેપ્ટને બેગેજ ઉતારવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. કેપ્ટને ફ્યુઅલ પૂર્યા સિવાય ફલાઇટ ટેકઓફ કરવાની ના પાડી હતી. એરપોર્ટ પર ફ્યૂઅલ ટેન્ક આવવા સુધીમાં વિલંબ થતાં ફ્લાઈટ દોઢ કલાક મોડી ઉપડી હતી.

ફ્લાઈટ કેપ્ટને છેલ્લી ઘડીએ ધ્યાન દોર્યું
સામાન્ય રીતે ફલાઇટમાં ફ્યૂઅલ વિંગમાં પુરવામાં આવે છે ત્યારે ફલાઇટમાં વજન ઓછું હોવંુ જોઇએ એટલે કે પેસેન્જરોનો લગેજ કંપાર્ટન્ટમાં લોડ થાય પહેલા જ ફ્યૂઅલ પુરવાનું હોય છે કોઇપણ ફલાઇટના કેપ્ટન ટેકઓફ પહેલા ફયૂઅલ ચેક કરી લેતા હોય છે પરંતુ આજે કેપ્ટનને ફ્યૂઅલ ઓછું હોવાનું છેલ્લી ઘડીએ ધ્યાનમાં આવ્યું હોવાની ભૂલ થઇ હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed