Nari Tu Narayani

News Website

Gujarat:અમદાવાદના સોલામાં પરિવાર લગ્નમાં ગયો અને ઘરમાંથી રૂ.12 લાખની મતા ચોરાઈ

1 0
Read Time:1 Minute, 13 Second

Gujarat:સોલામાં પરિવાર લગ્નમાં ગયો ત્યારે તસ્કરોએ ઘરમાં ઘૂસી કબાટમાંથી રોકડા રૂ. 4 લાખ અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૂ.12 લાખની ચોરી કરી ગયા હતાં. સોલા હાઇકોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સોલા શ્યામ સતાધાર સોસાયટીમાં ભક્તિભાઇ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે અને સાણંદ ખાતે ઇટોના ભઠ્ઠાનો ધંધો કરે છે. સાંજના સમયે ભક્તિભાઇ અને તેમનો પરિવાર ઘરે તાળું મારીને ઓગણજ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. રાત્રિના 10 વાગે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે નીચેના બેડરૂમના દરવાજોનો નકૂચો અંદરથી તૂટેલો હતો. તપાસ કરતા રોકડા રૂ.4 લાખ અને સોના- ચાંદીના દાગીના મળી કુલ રૂ.12 લાખની ચોરી થઇ હતી. આ બનાવ અંગે ભક્તિભાઇએ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તસ્કરોની શોધ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %