October 1, 2026

Nari Tu Narayani

News Website

Ahmedabad:રખિયાલના અર્બન નગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 4ની ધરપકડ, 7 આરોપી ફરાર

Views: 354
1 0
Spread the love

Read Time:1 Minute, 10 Second

Ahmedabad:ગુજરાતમાં આમ તો દારુબંધી છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર દારુનો જથ્થો ઝડપાતો રહે છે. આવી જ એક ઘટના અમદાવાદમા સામે આવી છે. અમદાવાદમા દારૂનો જથ્થો સંતાડવા બુટલગેરો અવનવા કીમિયા અજમાવતા હોય છે. અમદાવાદના રખિયાલના અર્બન નગરમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા.

સ્ટેટ મોનિટરિંગ સેલે જમીનમાં સંતાડેલો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. જમીનની અંદર પાણીની ટાંકીની જેમ ગુપ્ત ટાંકી બનાવીને 3040 દારૂની બોટલ સંતાડવામાં આવી હતી. આ દારૂના જથ્થાની કિંમત 4.65 લાખ રૂપિયા છે. તો રોકડ અને વાહન મળીને 27.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂના જથ્થા સાથે 4 શખ્સોને ઝડપ્યા છે. તો 7 આરોપી ફરાર થયા છે. પોલીસે ફરાર આરોપીઓની તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love