Ahmedabad:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ કેસમાં વધુ ચાર ઇસમની કરી ધરપકડ, અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓ ઝડપાયા…

Views: 167
0 0
Spread the love

Read Time:2 Minute, 16 Second

Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓગસ્ટ મહિનામાં ડ્રગ્સ સાથે 4 આરોપીને ઝડપી પાડ્યા હતા. આ 4 આરોપીઓ પાસેથી અન્ય 5 પેડલરને ડ્રગ્સ વેચ્યું હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે વધુ 5 પેડલરને પકડ્યા હતા. ત્યારે આ પેડલરે અન્ય 4 ઇસમોને ડ્રગ્સ આપ્યું હતું જેની ક્રાઈમ બ્રાન્ચે આજે ધરપકડ કરી છે. ડ્રગ્સના એક કેસમાં ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં કુલ 13 આરોપીની ધરપકડ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચે 5 આરોપીની ધરપકડ કરી
13 ઓગસ્ટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધનુષ આસોડિયા, મનુ રબારી, ઇંદ્રિશ શેખ, મોહમ્મદ ઇરફાન શેખની 289 ગ્રામ ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. આ આરોપીઓએ અલ્તમાસ મન્સૂરી, સમીર ખાન, શબ્બીર શેખ, શાહિદ કુરેશી અને સમીરૂંદ્દીન શેખને ડ્રગ્સ આપ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાન્ચે અન્ય 5 આરોપીની ધરપકડ કરી હતી.

કુલ 13 આરોપીઓની ધરપકડ
આ 5 આરોપીઓએ અન્ય 4 પેડલરને ડ્રગ્સ વેચ્યું હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે મોહમ્મદ તોફિક શેખ, શાબિર શેખ, મુસેબ શેખ અને ઇરફાન હુસેન બથ્થાની ધરપકડ કરી હતી. આમ ડ્રગ્સ કેસમાં અલગ-અલગ એમ અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ડ્રગ્સના કારોબારમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું?
પકડાયેલા આરોપીઓમાંથી મોહમ્મદ તોફિક શેખ અગાઉ કારંજમાં જુગારના કેસમાં પકડાયો છે. આરોપીઓ એમડી ડ્રગ્સ મેળવી આગળ કોને કોને વેચાણ કરવાના હતા, પોતે ડ્રગ્સનું સેવન કરે છે કે નહીં તથા ડ્રગ્સના કારોબારમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે. તે દિશામાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed