Ahmedabad:શારદાબેન હોસ્પિટલના ટીબી વોર્ડમાં ઓરીના બાળ દર્દીઓને દાખલ કરાયાં

Views: 262
0 0
Spread the love

Read Time:1 Minute, 36 Second

Ahmedabad:શહેરમાં ઓરી-અછબડાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શારદાબેન હોસ્પિટલમાં ટીબીના વોર્ડમાં પણ ઓરી-અછબડાના બાળ દર્દીઓને દાખલ કરવામાં આવ્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં ઓરી-અછબડાના કેસો સતત વધારો જોવા મળ્યો છે. ત્યારે WHO દ્વારા તમામ શહેરમાં સરકાર દ્વારા ઓરીના રોગ માટે અલાયદા વોર્ડની રચના કરવા માટે માર્ગદર્શિકા આપી છે. જ્યારે શારદાબેન હોસ્પિટલમાં બાળ દર્દીઓને ટીબીના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે ત્યાં હાલ ટીબીના દદર્દીઓ પણ છે.

આથી બાળકોને ટીબીનો ચેપ લાગવાની શક્યતા વધુ છે. બાળ દર્દીના સગાઓએ પણ બાળકોને આ ટીબીના વોર્ડમાં દાખલ કરવા સામે નારાજગી વ્યક્ત કરી છે. કોર્પોરેટર ઇકબાલ શેખે મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી એવી પણ રજૂઆત કરી છે કે, હાલ 9 માસની ઉંમરના બાળકોને ઓરીની વેક્સિન આપવાની કામગીરી સત્વરે કરવી જોઇએ. એટલું જ નહીં તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ જે વેક્સિનની ગુણવત્તા બાબતે પણ ચકાસણી કરવી જોઇએ. તેમણે બાળaકો અને જાહેર આરોગ્યના હિતમાં ઓરી-અછબડાના દર્દીઓ માટે અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવા માટે માગ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed

Media Member 004 Views: 3483
0 0
1 min read