
AMC:છેલ્લા બે દિવસથી મ્યુનિ.ના કોન્ટ્રાક્ટરો દ્વારા કામકાજથી અળગા રહેવાની અપનાવેલા આંદોલન બાદ મંગળવારે મ્યુનિ. દ્વારા કોન્ટ્રાક્ટરોને તેમની ડિપોઝિટ અને ઝોન ખાતે લેવાની થતી રકમના રૂ. 20 કરોડ તત્કાલ ચૂકવી દેવાની ખાતરી આપતાં આખરે કોન્ટ્રાક્ટર એસોસિએશને હડતાળ પરત ખેંચી બપોર બાદ કામ શરૂ કરવામાં આવ્યું છે. ચૂંટણી સમયે જ કોન્ટ્રાક્ટરોએ હડતાળ પાડતા શહેરમાં ગટર, રોડ સહિત પ્રાથમિક સુવિધાના કામો અટકી ગયા હતા.
અમદાવાદ મ્યુનિ. કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના પ્રમુખ મધુસુદન પંડ્યાએ જણાવ્યું કે, મ્યુનિ. અધિકારીઓ સાથે તેમના એસોસિએશનની બેઠક યોજાઈ હતી. જેમાં મ્યુનિ.એ હાલ ડીપોઝિટ પેટેની બાકી લેણી રકમ તત્કાલ છૂટા કરવાની ખાતરી આપી હતી. સાથે ઝોન કક્ષાએ બાકી નીકળતાં લેણાં પણ તત્કાલ ચૂકવી આપવાની ખાતરી આપી હતી. તે ઉપરાંત જીએસટી બાબતે કરેલા પરિપત્રમાં પણ કેટલીક સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. જેથી કોન્ટ્રાક્ટર એસોસિએશને તેમની હડતાળ પરત ખેંચી હતી. અને બપોર બાદ વિવિધ વિસ્તારમાં કોન્ટ્રાક્ટરોએ પ્રાથમિક જરૂરિયાતના કામો શરૂ કરી દેવામાં આવ્યા હતા.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.