રિક્ષાચાલકે પલટી મારી:દિલ્હીના CM કેજરીવાલ અમદાવાદમાં જે રિક્ષાચાલકના ઘરે જમવા ગયા તે ભાજપની ટોપી પહેરી PM મોદીની સભામાં આવ્યો 

Views: 231
0 0
Spread the love

Read Time:3 Minute, 57 Second

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અને અમદાવાદ મેટ્રો રેલના ફેઝ 1ના પશ્ચિમ કોરિડોરનું ઉદઘાટન કર્યું હતું. વસ્ત્રાપુર ખાતે વડાપ્રધાનની જાહેરસભા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી થોડા દિવસ પહેલાં જ અમદાવાદના ઘાટલોડિયામાં જે રિક્ષાચાલક વિક્રમ દંતાણીના ઘરે જમવા ગયા હતા તે આજે ભાજપની ટોપી અને ભાજપનો ખેસ પહેરીને જાહેરસભામાં વડાપ્રધાનને સાંભળવા માટે આવ્યો હતો

ભાજપ સરકારનું કામ હોય ત્યાં હું હાજર થઈ જ જાઉં છું
જ્યારે અરવિંદ કેજરીવાલ મારા ઘરે આવ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. તેમાં મોટા ભાગના લોકો તેમના જ માણસો હતા. અડધા માણસો યુનિયન તરફથી અને બીજા તેમના માણસો હતા. અરવિંદ કેજરીવાલ જમીને ગયા પછી તેમણે મારો કોઈ સંપર્ક કર્યો નથી. ભાજપના કાર્યકર્તાઓ સાથે વાત થાય અને જ્યારે પણ કંઈ કામ હોય તો તેઓ કરે છે, એટલે ભાજપ બધું કામ કરી આપે છે. હું તો ભાજપ સાથે જોડાયેલું છું. ભાજપ સરકાર હોય ત્યાં મને કોઈ ડર નથી. ભાજપ સરકારનું કામ હોય ત્યાં હું હાજર થઈ જાઉં છું. મારા પર કોઈ દબાણ નથી કે કોઈ ધમકી આપવામાં આવી નથી. હું જાતે જ આ સભામાં આવ્યો છું.

પંજાબનો વીડિયો જોઈને આમંત્રણ આપવાની ઈચ્છા થઈ
ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા દંતાણીનગરમાં રહેતા સામાન્ય રિક્ષાચાલક વિક્રમ દંતાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા ઓટોરિક્ષા ડ્રાઇવર એસોસિયેશનની મીટિંગ હતી અને એમાં અરવિંદ કેજરીવાલના રિક્ષાચાલકો સાથેના સંવાદમાં અમારે જવાનું હતું. પહેલા અમને ખ્યાલ નહોતો કે અરવિંદ કેજરીવાલ ત્યાં આવવાના છે, પરંતુ હું ત્યાં ગયો ત્યારે અરવિંદ કેજરીવાલ ત્યાં આવ્યા હતા. મેં પંજાબનો એક વીડિયો જોયો હતો, જેમાં તેઓ રિક્ષા-ડ્રાઇવરના ઘરે જમવા ગયા હતા, જેથી મને પણ મનમાં લાગ્યું કે હું આમંત્રણ આપું, જેથી મેં તેમને આમંત્રણ આપતાં તેઓ મારા આમંત્રણનો સ્વીકાર કરીને ઘરે જમવા માટે આવ્યા હતા.

જમ્યા બાદ કેજરીવાલે રિક્ષાચાલક સાથે વાત કરી હતી
વિક્રમે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલે જમતી વખતે મારી સાથે મારા પરિવાર વિશે વાતચીત કરી હતી. તેમણે પૂછ્યું હતું કે મારા ઘરમાં કોણ કોણ છે. મેં કહ્યું મારા ઘરમાં મારા બે ભાઈ, મારી પત્ની, 1 વર્ષની બાળકી અને મારી માતા સાથે રહું છું. વિક્રમભાઈનાં પત્ની નિશાબેને વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે બપોરના સમયે મારા પતિ વિક્રમભાઈ કાર્યક્રમમાંથી ઘરે આવ્યા ત્યારે તેમણે મને કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ સાહેબ આપણા ઘરે જમવા આવવાના છે. ત્યારે મને જાણ થઈ કે મારા ઘરે તેઓ જમવા આવવાના છે, જેથી અમે તૈયારી શરૂ કરી હતી અને તેમને દૂધીનું શાક, દાળ-ભાત અને રોટલી જમાડયા હતા. દરરોજ જે અમે જમીએ છીએ એ જ જમવાનું તેમના માટે અમે બનાવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed