Nari Tu Narayani

News Website

મધદરિયે રૂ.350 કરોડનું ડ્રગ્સ પકડાયું પહેલીવાર મહિલા અધિકારી ટીમમાં સામેલ 

1 0
Read Time:6 Minute, 56 Second

એટીએસ અને કોસ્ટગાર્ડે જખૌના દરિયામાં વધુ એક ઓપરેશન પાર પાડીને રૂ.350 કરોડની કિંમતના હેરોઈન ભરેલી પાકિસ્તાની બોટ સાથે 6 પાકિસ્તાનના નાગરિકની ધરપકડ કરી હતી. એટીએસની ટીમે છેલ્લાં 4 વર્ષમાં 12 ઓપરેશનમાં રૂ.5477 કરોડનું 1075 કિલો ડ્રગ્સ પકડી પાડયું હતું. જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન અને નાઈઝિરિયાના મળીને 47 વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા ડ્રગ્સના જથ્થામાં 423 કિલો હેરોઈન અને 225 કિલો એમડી ડ્રગ્સનો સમાવેશ થાય છે.

પહેલીવાર આ ઓપરેશનમાં મહિલા પીએસઆઇ સામેલ થયા હતા. પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ 24 કલાકમાં સમુદ્રમાં રહીને તેમણે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું. ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટીયા એ આ ઓપરેશન વિશે માહિતી આપતા જણાવ્યું હતુ કે, એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે બાતમીના આધારે જખૌ પાસેથી અલ – સાકર નામની પાકિસ્તાનની બોટ પકડી પાડી હતી. પોલીસે બોટની તલાસી લેતા તેમાંથી હેરોઈનના 1 – 1 કિલોના એવા 50 પેકેટમાંથી 50 કિલો હેરોઈન મળી આવ્યુ હતુ. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ.350 કરોડ થાય છે. આ સાથે પોલીસે બોટમાં સવાર 6 પાકિસ્તાનના નાગરિકની ધરપકડ કરી હતી. 

જેમાં ઈબ્રાહીમ યુસુફ, શેહ મહંમદ, ઝાહીદ અબ્દુલ્લા,મોતીયા ઈદ્રીસ, મમતાજ હારુન અને અલી મોહંમદ નો સમાવેશ થાય છે. આ તમામ પાકિસ્તાનના કરાચીના રહેવાસી હતા. હેરોઈનનો આ જથ્થો પાકિસ્તાન બલોચીસ્તાનના ડ્રગ માફિયા મોહમદ કાદર એ પાકિસ્તાનના ઈબ્રાહીમ હૈદરી બંદરેથી મોકલ્યો હતો. વધુમાં ડીજીપી ભાટીયા એ જણાવ્યું હતુ કે, બોટ સાથે પકડાયેલા 6 આરોપી પેડલર છે. જેથી જખૌ બંદરે ઉતર્યા બાદ આ હેરોઈનનો જથ્થો કોણ લઈ જવાનું હતુ તે વિશે તેમની પાસે કોઈ જ માહિતી નથી. જેથી પોલીસે તે દિશામાં તમામ આરોપીઓની પૂછપરછ શરુ કરી હતી. 

હેરોઇન પંજાબ અને ઉત્તર ભારત મોકલવાનું હતું

હેરોઈન સાથે પકડાયેલા 6 આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતુ કે આ જથ્થો જખૌ બંદરેથી પંજાબ અને ઉત્તર ભારતમાં મોકલવાનો હતો. ડ્રગ્સના ઈન્ટરનેશનલ રેકેટમાં સામેલ સંખ્યાબંધ માફિયાઓ હાલમાં પંજાબની જેલમાં છે. તેઓ પંજાબની જેલમાં બેઠા બેઠા ડ્રગ્સનું ઈન્ટરનેશનલ રેકેટ ચલાવી રહ્યા છે. 

વર્ષકેસજથ્થો(કિલોમાં)કિંમત(રૂમાં)પકડાયેલા આરોપી
20191100500 કરોડ11 (ઈરાની – અફઘાની)
2020135175 કરોડ06 (પાકિસ્તાની)
202142921461 કરોડ36 (ઈરાની,પાકિસ્તાની,નાઈજિરિયન)
20226423 (હેરોઈન)2216 કરોડ20 (પાકિસ્તાની, અફઘાની)
225 (એમડી)1125 કરોડ27 (પાકિસ્તાની, અફઘાની)

દરિયા વચ્ચે અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિમાં 24 કલાક ગાળવાનો પડકાર… લેડી ઓફિસરે ચેલેન્જ સ્વીકારી

​​​આપહેલું ઓપરેશન હતું જેમાં મહિલા પીએસઆઇ પણ સામેલ હતાં. એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્તપણે પાર પાડવામાં આવેલા ઓપરેશનમાં પીએસઆઇ સંતોક ઓડેદરાને સામેલ કરવામાં આવ્યા હતાં. દરિયા વચ્ચે અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિમાં 24 કલાક ગાળવાનો પડકાર હતો. પીએસઆઇ ઓડેદરાએ તમામ મુશ્કેલીઓ વચ્ચે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું. દિવ્ય ભાસ્કરના મૃગાંક પટેલે પીએસઆઇ સંતોક ઓડેદરા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, – મારા ઉપરી અધિકારીને બાતમી મળી ત્યારે જ તેમણે મને પૂછયું હતું કે, તમે આ ઓપરેશનમાં જશો. ચેલેન્જ અને જોખમ ખેડવાની આદતે મેં તાત્કાલિક હા પાડી દીધી હતી.

કચ્છ પહોંચ્યાં ત્યારે મને જોઈને કોસ્ટગાર્ડના અધિકારીએ અમારા એસ.પી સાહેબને કહ્યું કે, યે લેડી ઓફિસર દરિયામેં અપને આપ કો કેસૈ મેનેજ કર પાયેગી? અંદર પાની મેં બહોત ચેલેન્જ આતી હે, શીપ ભી છોટા રહેતા હે, અૌર હિલતા રહેતા હે, તો યે લેડી ઓફિસર મેનેજ નહીં કર પાયેંગી.’ કોસ્ટગાર્ડના આ સવાલો સામે એસ.પી એ એટલું જ કહ્યું, યે સબ મેનેજ કર લેંગી પર ઓપરેશન મેં આયેંગી. બપોરે 12.30 વાગ્યે શીપમાં જવા નીકળ્યા. બે શીપ હતી એકમાં અમે હતા અને બીજી શીપ ઈન્ટરસેપ્ટર હતી. જેમાં કદાચ આરોપીઓ ભાગી જાય તો તેને તાત્કાલિક પકડવા માટે ઉપયોગ કરી શકાય. રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં અમે મધદરિયે બાતમીવાળા લોકેશન પર પહોંચ્યા હતા જયાં પાકિસ્તાની બોટ દેખાઈ આવી હતી.

તાત્કાલિક તેને આંતરીને થોભી જવાનો અમે આદેશ આપ્યો. તેમાંથી આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો અને અમે ઈન્ટરસેપ્ટર જહાજથી તેમને પકડી પાડયા. બીજા દિવસે સવારે સાડા દસ વાગ્યે અમે દરિયામાંથી બહાર આવ્યા હતા. બહાર આવતા જ કોસ્ટગાર્ડના પંદર અધિકારીઓ મારી પાસે આવ્યા અને એક પછી એક પૂછવા લાગ્યા હતા કે, મેડમ આપકો કુછ નહીં હુઆ તો નહીં ના? આપને પહેલે કભી ઓપરેશન કિયા હૈ ક્યા? મેં જવાબ આપ્યો હતો કે, મને કશું જ થયું નથી. સામાન્ય રીતે, દરિયામાં જવાના કારણે વોમીટીંગ, માથાનો અસહ્ય દુઃખાવો રહેતો હોય છે. આ ઓપરેશન કરવા માટે હું પહેલેથી જ ઉત્સાહિત હતી કેમ કે, કોસ્ટગાર્ડમાં એક પણ મહિલા ઓફિસર નથી અને અગાઉ નાર્કોટિકસના દરિયામાંથી પકડાયેલા કેસમાં પણ મહિલા ઓફિસર સામેલ થઈ ન હતી. એટલે પહેલીવાર કોઈ મહિલા ઓફિસર ઓપરેશનમાં સામેલ થઈ હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %