GANDHINAGAR:ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૨મી જન્મ જયંતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધા સુમન પાઠવ્યા

Views: 267
0 0
Spread the love

Read Time:1 Minute, 25 Second

GANDHINAGAR:બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૨મી જન્મ જયંતિએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા પોડિયમમાં તેમના તૈલ ચિત્ર સમક્ષ ભાવ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા. 

ત્યાર બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પાટનગર ગાંધીનગરમાં ચ માર્ગ પર સેન્ટ્રલ વિસ્ટામાં સ્થાપિત ડો.આંબેડકર પ્રતિમાને  ભાવ પુષ્પ અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા, ધારાસભ્ય શ્રી શંભુપ્રસાદ ટુંડિયા, ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, ગાંધીનગર મેયર શ્રી હિતેષભાઈ મકવાણા તથા ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબહેન પટેલ તથા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણસિંહ સોલંકી સહિતના અગ્રણીઓએ પણ ડો.આંબેડકરના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરીને ચ માર્ગ પર સ્થિત ડો.આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed