
Gujarat:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજરોજ કેન્દ્રીય બજેટ 2023 અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણએ રજૂ કરેલા વર્ષ 2023-24ના કેન્દ્રીય બજેટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના અમૃતકાળનો રોડમેપ કંડારતું બજેટ ગણાવ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, આ બજેટ દરેક ક્ષેત્રને આવરી લેતું બજેટ છે. આ બજેટમાં દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યુ છે અને આ બજેટમાં ગુજરાતને ઘણાં ફાયદા થશે. વધુમાં તેમણે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકારના બજેટમાંથી પ્રેરણા લઈ આગામી દિવસોમાં ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવશે
અમૃતકાળને અમૃત બનાવતું બજેટ છે: મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ભારત વિશ્વની પાંચમી આર્થિક મહાસત્તા બન્યું છે. ત્યારે ભારતને વિશ્વગુરૂ, આત્મનિર્ભર અને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટના વિકાસથી રાષ્ટ્ર આગળ વધે એ રજૂ કરતું આ બજેટ છે. સામાન્ય વ્યક્તિથી લઈ ગરીબ, વંચિત, શોષિત, ખેડૂત, મહિલા, યુવા, વરિષ્ઠ નાગરિક એમ દરેક વર્ગને આવરી લેતુ આ બજેટ અમૃતકાળને અમૃત બનાવતું બજેટ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં આ બજેટ રજૂ થયુ છે. આ બજેટમાં ત્રણ મુખ્ય પાયાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. (1) આર્થિક વિકાસને ગતિ આપવાનું, (2) ફિસ્કલ મેનેજમેન્ટ અને (3) સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખતું આ વિકાસલક્ષી બજેટ છે.
‘સરકારી ખાંડની મંડળીને 10 હજાર કરોડનો ફાયદો થશે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણે મુખ્ય સાત પાયા આધારિત આ અમૃતકાળનું બજેટ બનાવ્યું છે. જેમાં (1) ઈન્ક્લુઝિવ ડેવલોપમેન્ટ એટલે સમાવેશી વિકાસ (2) રિચિંગ ધ લાસ્ટ માઈલ એટલે અંતિમ છેડાના વ્યક્તિ સુધી પહોંચવાનું લક્ષ્ય (3) ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ (4) યુથ પાવર (5) ગ્રીન ગ્રોથ (6) ક્ષમતા ઉજાગર કરવી અને (7) ફાઈનેન્શિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિકાસલક્ષી અને આત્મનિર્ભરની સાથે સાથે રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર તરફ દોરી જતું રોડમેપ દર્શાવતું આ બજેટ છે. આ બજેટમાં ગુજરાતને ખૂબ મોટો ફાયદો થશે. ગુજરાતમાં ગિફ્ટ સિટી, લેબ્રોન ડાયમંડ, પશુપાલનથી લઈ ડેરી ઉદ્યોગ સુધી ફાયદા મળશે. શેરડીના ખેડૂતો અને સરકારી ખાંડની મંડળીને 10 હજાર કરોડનો ફાયદો થશે. દરેક ક્ષેત્રને ધ્યાનમાં રાખી આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
‘સહકારી માળખાનો સૌથી વધુ લાભ ગુજરાત લેશે’
તેમણે વધુમાં જણાવ્યું કે, કેપિટલ ઈન્વેસ્ટમેન્ટમાં 33 ટકા, આવાસ યોજનામાં 66 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત તેનો સંપૂર્ણ લાભ લઈ આગળ વધવાનો પ્રયત્ન કરશે. સહકારી માળખાનો સૌથી વધુ લાભ ગુજરાત લેશે. કારણ કે, ગુજરાતમાં સહકારી માળખુ સૌથી મજબૂત છે. કેન્દ્ર સરકારના બજેટમાંથી પ્રેરણા લઈ ગુજરાત સરકાર પોતાનું બજેટ રજૂ કરશે. ભારતના તમામ રાજ્યો કરતા ગુજરાતને સૌથી વધુ મેચિંગ ગ્રાન્ટ મળી છે. દરેક જગ્યાએ જેમ કે, નલ સે જલ યોજના, હાઉસિંગ, ગ્રામિણ હાઉસિંગ વગેરેમાં ફંડ પ્રાપ્ત થયું છે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.