Gujarat Elections:વિધાનસભા ચૂંટણીના નવ ઉમેદવારો સામે મહિલાની છેડતી, ઘરેલુ હિંસા અને અપહરણ સહિતના ગુના દાખલ

Views: 185
1 0
Spread the love

Read Time:3 Minute, 35 Second

Gujarat Elections:ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે. ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે જેમાં ઉમેદવારોએ પોતાની વિગત એફિડેવિટ કરીને આપી છે. આ એફિડેવિટ રિપોર્ટ પરથી ADR દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં 9 ઉમેદવારોએ મહિલા પર ગુના કર્યા છે. મહિલાની છેડતી, અપહરણ અને ઘરેલુ હિંસા જેવા ગંભીર ગુના છે.

ઉમેદવારોએ કરેલ ગુના અંગે રિપોર્ટ તૈયાર
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મસના નિષ્ણાંત પ્રોફેસર જગદીપ છોકર દ્વારા ટીમ સાથે મળીને પ્રથમ તબક્કાની ચૂંટણી લડનાર 788 ઉમેદવારોના એફિડેવિટ પરથી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ઉમેદવારોએ કરેલ ગુના અંગે રિપોર્ટ તૈયાર કરવામા આવ્યો છે. આ રિપોર્ટમાં પક્ષ પ્રમાણે ઉમેદવારોએ કરેલ ગુના અંગે તથા ગંભીર ગુના અંગે તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

છેડતીના ગુનામાં ભાજપનો પણ ઉમેદવાર
પ્રથમ તબક્કાના 788 ઉમેદવારોમાંથી 9 ઉમેદવારોએ મહિલા પર ગુના કરેલા છે. આ ગુનામાં મહિલાઓની છેડતી, મહિલાઓ સામે ઘરેલુ હિંસા અને મહિલાના અપહરણ અંગેનો ગુનો નોંધાયેલો છે. 9 ઉમેદવારમાંથી છેડતી કરનાર એક ઉમેદવાર ભાજપના ઉમેદવાર પણ છે. જ્યારે બાકીના 8 ઉમેદવાર અપક્ષના ઉમેદવાર છે. જોકે, 3 મુખ્ય ગુના ઉપરાંત ધાક ધમકી, મદદગારી, મારામારી સહિતની કલમો હેઠળ પણ ગુના નોંધાયેલા છે.

ક્રમઉમેદવારનું નામબેઠકપક્ષગુનો
1જનક તાળવીયાલાઠી (અમરેલી)ભાજપછેડતી
2અમરદાસ દેસાણીરાજકોટ સાઉથઅપક્ષછેડતી
3નાનજી બારૈયામહુવાઅપક્ષછેડતી
4કરણ બારૈયાઅમરેલીઅપક્ષછેડતી
5અરુણ પરમારકરંજઅપક્ષઅપહરણ
6વસંત પટેલકપરાડાઅપક્ષઘરેલુ હિંસા
7સંજયગીરી ગોસ્વામીરાપરઅપક્ષઘરેલુ હિંસા
8ઇકબાલ શેખઉધનાઅપક્ષઘરેલુ હિંસા
9હામિદ શેખલીંબાયતઅપક્ષઘરેલુ હિંસા

2017 કરતા 2022માં ગુના ધરાવતા ઉમેદવાર વધારે

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 89 બેઠક પર ચૂંટણી થવાની છે જેમાં 788 ઉમેદવાર ચૂંટણી લડવાના છે. ઉમેદવારોમાંથી 167 ઉમેદવાર સામે અલગ-અલગ ગુના નોંધાયેલ છે. 100 ઉમેદવારો સામે ગંભીર ગુના નોંધાયેલા છે. 2017માં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 137 ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા જેની સામે 2022માં ગુના ધરાવતા ઉમેદવાર વધારે છે.

આવા ઉમેદવારોના ચૂંટણી લડવા પર પ્રતિબંધ
ADRના ગુજરાતના સ્ટેટ કોરડીનેટર પંક્તિ જોગે જણાવ્યું હતું કે, મહિલાઓ સામેના ગુના સહિત ગંભીર ગુના ધરાવતા ઉમેદવારોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ તેવી અમે ભલામણ પણ કરી છે. અનેક ઉમેદવારોએ પોતાની વિગત જાહેર કરવાની હોય છે તે જાહેર કરવામાં આવી નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed