Gujarat Elections:રાજ્યભરમાં 40 હજારથી વધુ લગ્નપ્રસંગ સાથે ચૂંટણી પ્રચાર, ઢોલીઓને માટે ચાંદી જ ચાંદી

Views: 171
0 0
Spread the love

Read Time:2 Minute, 18 Second

Gujarat Elections:ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે અને તેની સાથે લગ્નના ઢોલ ઢબુકવાની સિઝન પણ હવે ગણતરીના દિવસોમાં છે. આગામી 1 અને 5 ડિસેમ્બરના ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. બીજી તરફ 25 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધીમાં જ રાજ્યભરમાં 40 હજારથી વધુ લગ્નપ્રસંગ યોજાશે. ચૂંટણી વખતે જ ભરપૂર લગ્નોથી રાજકીય પક્ષો ચિંતામાં મૂકાઇ ગયા છે. ચૂંટણી અને લગ્નની એકસાથે સિઝનથી અમદાવાદના મોટાભાગના ઢોલૈયા બુક થઈ ચૂક્યા છે.

અમદાવાદના હરીશ ભાઈની 18 વર્ષથી સવાર આમ જ થાય છે. વહેલા ઊઠીને માતાજીને પગે લાગે છે અને ઢોલને પગે લાગે છે. આ સાથે જ તેઓ લોકોના પ્રસંગમાં નીકળી પડે છે. અત્યાર સુધી લગ્નમાં ઢોલ વગાડતા હરીશ ભાઈ આ વખતે ચૂંટણીમાં પણ ઢોલ વગાડશે. જેની માટે તેમને ખાસ તૈયારીઓ પણ કરી છે. જેમ બાર ગાવે બોલી બદલાય એમ હરીશભાઈ દરેક જિલ્લાની રિધમ પ્રમાણે ઢોલ વગાડી જાણે છે.

8 તારીખ માટે પણ બુકિંગ

ચૂંટણી માટે હરીશભાઈનું બુકિંગ જોરદાર થયું છે. રોજ તેઓ ઉમેદવારના પ્રચારમાં જાય છે અને 8 તારીખ માટે પણ તેમનું બુકિંગ થઈ ગયું છે. બીજી તરફ લગ્નસરાની સિઝન આ વખતે સૌથી વધુ હોવાથી હરીશભાઈ અને તેમની ટીમ રોજના બેથી ત્રણ બુકિંગ લઇ રહ્યા છે.

ઢોલિયો માટે ચાંદી જ ચાંદી

25 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી દરેક નાના ગામ, નગર શહેરમાં આવેલી મોટાભાગની વાડી, પાર્ટી પ્લોટ, હોલ બુક થઈ ચૂક્યા છે. આ માટે ઢોલૈયાઓએ બુકિંગ ઑફર આવે તો ના પાડવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આમ જોઈએ તો લગ્ન અને ચૂંટણીની આ સિઝન ઢોલૈયો માટે ચાંદી જ ચાંદી લઈને આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed