Gujarat Elections:અમદાવાદના 3 હજારથી વધુ મુસ્લિમ પરિવારો AAPનો પ્રચાર કરશે, 5 બેઠક પર કોંગ્રેસને નુકસાનના એંધાણ

Views: 227
1 0
Spread the love

Read Time:3 Minute, 55 Second

Gujarat Elections:ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સિવાય હવે આમ આદમી પાર્ટી પણ મેદાને છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP)ને હવે મુસ્લિમ મતદારોનો પણ સપોર્ટ ધીરે ધીરે મળી રહ્યો છે. આજે અમદાવાદમાં જુહાપુરા વિસ્તારના 3000 જેટલા પરિવારના લોકોએ આમ આદમી પાર્ટીને ટેકો જાહેર કર્યો હતો. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની સરકારે વર્ષો સુધી રાજ કર્યું છે, પરંતુ મુસ્લિમ સમાજ માટે કોઈપણ કામગીરી કરી નથી.

અરવિંદ કેજરીવાલની સરકાર દ્વારા ફ્રી શિક્ષણ વીજળીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે માત્ર વેજલપુર વિધાનસભા નહીં પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોને મુસ્લિમ ફાઈટર ક્લબનો ટેકો રહેશે અને તેઓ આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરશે. મુસ્લિમ સમાજના આમ આદમી પાર્ટીના ટેકાના કારણે કોટ વિસ્તાર અને વેજલપુરમાં કોંગ્રેસને મોટું નુકસાન થઈ શકે તેમ છે.

આપની સરકાર આવશે તો સારું શિક્ષણ મળશે
આમ આદમી પાર્ટીને ટેકો જાહેર કરનાર શેખ સાહિને જણાવ્યું હતું કે મહિલાઓ માટે બધું જ ફ્રી છે. સ્કૂલમાં શિક્ષણ પણ ફ્રી કરવાના છે, હાલમાં મહિલા હોય કે પુરુષ કોઈને નોકરી મળતી નથી અથવા નોકરી મળે છે, તો તેઓને ઓછો પગાર મળે છે. મોંઘવારી કેટલી છે કે લોકો પોતાના સપના પૂરા કરી શકતા નથી. કોઈ વસ્તુ ખરીદી શકતા નથી. વિશ્વાસ છે કે અરવિંદ કેજરીવાલની સરકાર આવશે તો બાળકોને સારું શિક્ષણ અને મહિલાઓ આગળ વધશે અને વિકાસ થશે.

ગુજરાતમાં આપ આવશે તો દિલ્હીની જેમ વિકાસ થશે
સાહિસ્તા પઠાણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે રાજ કર્યું પરંતુ તેના કરતા હવે અલગ જરૂર છે. ગેસ સિલિન્ડર, વીજળી અને તેલના ડબ્બાના ભાવો વધી રહ્યા છે. ઘણી બધી સુવિધાઓ છે, જે મળતી નથી. હવે પાર્ટી બદલીને આગળ વધીએ તો જ વિકાસ થાય. કેજરીવાલની સરકાર ગુજરાતમાં આવશે તો દિલ્હીની જેમ વિકાસ થશે અને આગળ વધી શકીશું.

જુહાપુરા વિસ્તારનો વિકાસ થયો નથી
મુસ્લિમ ફાઈટર ક્લબ ચલાવતા ઇમરાનખાને જણાવ્યું હતું કે, અમે આજે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છીએ. અમારું હવે નવું સૂત્ર છે “હાથમાં ઝાડુ લીલું-લીલું, આપ અને મુસ્લિમ ઇલુ-ઇલુ”. અમારા 3,000થી વધુ પરિવાર જુહાપુરામાં જોડાયેલા છે. આજે અમે આમ આદમી પાર્ટીને ટેકો જાહેર કરીએ છીએ. કારણ કે છેલ્લા કેટલાય સમયથી ભાજપ અને કોંગ્રેસની સરકાર આવી છે, પરંતુ આજે પણ મુસ્લિમ સમાજના લોકોને કંઈ મળ્યું નથી. અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હીમાં ફ્રી વીજળી શિક્ષણ આપવામાં આવ્યું છે. જુહાપુરા વિસ્તારનો વિકાસ થયો નથી. અમે માત્ર વેજલપુર વિધાનસભા જ નહીં પરંતુ ગુજરાતની અંદર તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરીશું અને આજથી લઈ જ્યાં સુધી મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટીનો પ્રચાર કરીશું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed