Gujarat Elections:પક્ષ છોડી ચૂકેલા અપક્ષ લડશે,અમદાવાદની દાણીલીમડા-વેજલપુર વિધાનસભા બેઠક પર બે અપક્ષ મહિલા ઉમેદવાર સમીકરણ બગાડી શકે છે.

Views: 209
0 0
Spread the love

Read Time:5 Minute, 40 Second
વેજલપુરના સુહાના મન્સૂરીએ અપક્ષ દાવેદારી નોંધાવી

Gujarat Elections:ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરેક નેતા લડવા માંગતા હોય છે પરંતુ પક્ષમાંથી ટિકિટ ન મળતા નારાજ થઈ કેટલાક નેતાઓ પક્ષમાંથી રાજીનામું આપી અને અપક્ષ પોતાની ઉમેદવારી નોંધાવતા હોય છે. અમદાવાદની દાણીલીમડા અને વેજલપુર વિધાનસભા બેઠક પર પક્ષમાંથી રાજીનામું આપી અને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયેલા હોય તેવી મહિલાઓ અપક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો પણ મહત્વનો ભાગ ભજવતા હોય છે. દાણીલીમડા અને વેજલપુર બેઠક પર જીતેલા ઉમેદવારની લીડ ગત બે વર્ષ કરતા ઘટી છે અને બંને મહિલા ઉમેદવાર પોતાના વોર્ડમાં મજબૂત પકડ ધરાવે છે. જો બંને મહિલા ઉમેદવાર 10-10 હજાર વોટ લઈ જાય તો પણ રાજકીય પાર્ટીઓને ક્યાંકને ક્યાંક નુકસાન થાય તેવી શક્યતા છે. જેનાથી જીતનું સમીકરણ પણ બદલાઈ શકે છે.

વેજલપુરના સુહાના મન્સૂરીએ અપક્ષ દાવેદારી નોંધાવી
દાણીલીમડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા જમના વેગડાએ પોતાની અપક્ષ દાવેદારી નોંધાવી છે. જ્યારે વેજલપુર વિધાનસભા બેઠક પર AIMIM પક્ષના વેજલપુરના દાવેદાર સુહાના મન્સૂરીએ પણ પોતાને ટિકિટ ન મળતા અપક્ષ દાવેદારી નોંધાવી છે. મહિલાઓનું કહેવું છે કે પક્ષે તેમને ટિકિટ આપવાના વાયદા કર્યા હતા પરંતુ છેવટે તેમની જગ્યાએ બીજાને ઉમેદવાર જાહેર કરવામાં આવતા તેઓએ અપક્ષ ઉમેદવારી કરી છે.

કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા ઉમેદવાર જમનાબેન વેગડા

મારી રાજકીય કારકિર્દી આગળ વધારવા અપક્ષ ઉમેદવારી નોંધાવી: જમનાબેન
દાણીલીમડા વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવનારા દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર અને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા જમનાબેન વેગડાએ કે વર્ષ 2017ની ચૂંટણીમાં પણ જ્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રમુખ ગુજરાત આવ્યા હતા ત્યારે મને વિધાનસભાની ચૂંટણી લડાવવા માટે થઈ અને મને કહ્યું હતું. હું ગુજરાતમાંથી સૌથી વધારે વોટથી જીતી હતી. 2017માં પણ મને લડાવવાની વાત થઈ હતી. મારો બાયોડેટા આપી દેવામાં આવ્યો હતો અને મારું મેન્ડેડ પણ આવી ગયું હતું પરંતુ કેટલાક નેતાઓના કારણે મારી જગ્યાએ બીજા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ મેં અપક્ષ ઉમેદવારી નોંધાવવાની વાત કરી હતી પરંતુ મને પક્ષ દ્વારા સમજાવવામાં આવ્યા હતા કે તમને ફરીથી ચાન્સ આપીશું પરંતુ આ વખતે મારી રાજકીય કારકિર્દી આગળ વધારવા માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

ફોર્મ ખેંચવા માટે કોઈ દબાણ કરવામાં આવ્યું નથી
દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર સાથેના વિવાદ અને તેઓ કોંગ્રેસમાંથી ઉમેદવાર છે માટે તમે અપક્ષ ઉભા રહ્યા છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે તેને લઈ તેઓએ જણાવ્યું હતું કે તેઓ તેઓની રીતે લડે અને હું મારી રીતે લડીશ. કોંગ્રેસે તેઓને ઉમેદવાર જાહેર કર્યા છે માટે મેં અપક્ષ ઉમેદવારી કરી છે એવું નથી. દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે જેથી હું મારી રાજકીય કારકિર્દી આગળ વધારવા માટે થઈ અને ચૂંટણી લડી રહી છું. મને પાછું ફોર્મ ખેંચવા માટે થઈ અને કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી.

પક્ષે મારા નામની જાહેરાત ન કરતા રાજીનામું આપ્યું: સુહાના બીબી
વેજલપુર વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા મકતમપુરા વોર્ડના કોર્પોરેટર અને AIMIM પક્ષમાંથી રાજીનામું આપનારા સુહાના બીબી મન્સૂરી વેજલપુર વિધાનસભા બેઠક પરથી પક્ષ દ્વારા મને ચૂંટણી લડાવવાની વાત થઈ હતી અને અમારા પ્રમુખ દ્વારા પણ છેવટે સુધી મારું ચૂંટણી લડવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ ઉમેદવાર તરીકે બીજા મહિલાને જાહેર કરવામાં આવ્યા છે. હું મકરબા ગ્રામ પંચાયતની ચૂંટણી લડતી આવી છું અને મેં કોમી એકતા માટે ઘણું કામ કર્યું છે. ઘણા બધા કામો કર્યા છે અને હું દાવેદાર હતી પરંતુ છેવટે પક્ષ દ્વારા મારા નામની જાહેરાત ન કરવામાં આવતા મેં રાજીનામું આપી દીધું છે. સુહાના બીબી મન્સૂરી એ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ પોતે અપક્ષ માંથી વેજલપુર વિધાનસભા બેઠક માટે દાવેદારી નોંધાવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed