Gujarat Elections:કોંગ્રેસના કામિનીબા રાઠોડ આજે કમલમ ખાતે ભાજપમાં જોડાશે, કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું

Views: 182
0 0
Spread the love

Read Time:3 Minute, 47 Second

Gujarat Elections:દહેગામ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટ ના મળતાં પક્ષ સામે બંડ પોકારનારા કામિનીબા રાઠોડે અંતે કોંગ્રેસ સાથે છેડો ફાડવાનો નિર્ધાર કરી લઈ અને તમામ સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે ત્યારે હવે તેઓ કેસરિયો કરવા જઈ રહ્યા છે. કામિનીબા રાઠોડ કમલમ ખાતે આજે ભાજપનો ખેસ ધારણ કરશે તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.એ સમયે કામિનીબા રાઠોડે પોતાના કાર્યકરો સાથે ચર્ચા કરી નિર્ણય કરશે તેમ જણાવ્યું હતું.

કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામા આપ્યા
કામિનીબા રાઠોડે ગત રોજ જ કોંગ્રેસના તમામ પદ પરથી તેમણે રાજીનામું આપ્યો હોવાનો પત્ર પક્ષ પ્રમુખ જગદીશ ઠાકોરને લખ્યો હતો. આ પત્રની નકલ તેમણે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને પણ મોકલી આપ્યો હતો. કામિનીબા રાઠોડને કોંગ્રેસે દહેગામ બેઠક પરથી ટિકિટ ના આપતાં તેઓ નારાજ થયા હતા અને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે, અંતે તેમણે ફોર્મ પરત ખેંચી લીધું હતું અને આખરે હવે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.

ભાજપમાં જોડાશે પણ ચૂંટણી લડવાનું સપનું અધૂરું રહ્યું
કામિનીબા રાઠોડ ની ઈચ્છા હતી કે દહેગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી અને વિધાનસભા સુધી પહોંચવું. ટિકિટ મેળવવા માટે તેમણે છેલ્લા છ મહિના કરતા વધુ સમયથી પ્રયાસ ચાલુ કર્યા હતા. તેમ છતાં અંતે કોંગ્રેસે તેમને ટિકિટ ના આપતાં હવે તેઓ પક્ષ છોડી રહ્યા છે.

નારાજ કામિનીબા રાઠોડના કોંગ્રેસે મનામણા કર્યા હતા
કોંગ્રેસ દ્વારા આજથી છએક મહિના અગાઉ નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે કામિનીબા રાઠોડને વિશ્વાસ માં લીધા વિના દહેગામ વિસ્તારનું સંગઠન જાહેર કરાયું હોવાના આક્ષેપ સાથે તેણી નારાજ થયા હતા. આ સમયે કોંગ્રેસના સી જે ચાવડાએ તેમના મનામણા કરી તેમને પક્ષમાં રોક્યા હતા.

કોંગ્રેસ પક્ષે 50 લાખમાં ટીકિટ ફાઈનલ કરવા કહ્યું: કામિની બા રાઠોડ
કોંગ્રેસમાં માતરમાં પણ ટીકિટ વેચાઈ હોવાનો આક્ષેપ થયો હતો. ત્યાર બાદ દહેગામમાં પણ કોંગ્રેસે ટીકિટ વેચીને ઉમેદવાર ઉભા કર્યા હોવાનો કામીનીબાએ આક્ષેપ કર્યો છે. તેમણે એક વીડિયો જાહેર કર્યો છે અને કહ્યું છે કે મારી પાસે ટીકિટ માટે એક કરોડની માંગણી કરાઈ તેનો ઓડિયો મેં મીડિયાને આપ્યો છે. તેમણે વીડિયોમાં કહ્યું હતું કે, પક્ષ દ્વારા પહેલા મારી પાસે એક કરોડની માંગ કરાઈ અને બાદમાં 70 લાખ અને અંતમાં 50 લાખમાં ટીકિટ કન્ફર્મ કરી દેવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે એવું કહ્યું હતું કે, મારી પાસે કોઈ ભાવિનભાઈ નામના વ્યક્તિએ વાત કરી હતી અને તેમની સાથે બીજો વ્યક્તિ રાજસ્થાનનો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed