સરકારનો નિર્ણય:PFI પર 5 વર્ષનો પ્રતિબંધ, ટેરર ફંડિંગના આરોપમાં સહયોગી સંગઠનો પર પણ કાર્યવાહી 

Views: 193
1 0
Spread the love

Read Time:5 Minute, 28 Second

કેન્દ્ર સરકારે બુધવારે સવારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર 5 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. અગાઉ આ સંગઠન પર ડિસેમ્બર સુધી પ્રતિબંધ મૂકવાની તૈયારી હતી. ગૃહ મંત્રાલયે સંગઠન પર પ્રતિબંધ લગાવવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

તપાસ એજન્સીઓએ ઓપરેશન ઓક્ટોપસ હેઠળ દેશભરમાં સંગઠનના 150થી વધુ કાર્યકરોની ધરપકડ કરી હતી. PFI પર ટેરર ​​ફંડિંગથી દેશનાં ઘણાં શહેરોમાં રમખાણો અને હત્યાઓ ફેલાવવાનો આરોપ છે. એની સાથે જોડાયેલાં સંગઠનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

તપાસ એજન્સીઓએ બે રાઉન્ડમાં દરોડા પાડ્યા

22 અને 27 સપ્ટેમ્બરના રોજ NIA, ED અને રાજ્ય પોલીસે PFI અને તેની સાથે જોડાયેલાં સંગઠનો પર દરોડા પાડ્યા હતા. દરોડાના પ્રથમ રાઉન્ડમાં PFI સાથે જોડાયેલા 106 લોકો કાર્યકર્તા હતા. દરોડાના બીજા રાઉન્ડમાં PFI સાથે જોડાયેલા 247 લોકોની ધરપકડ / અટકાયત કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓને PFI વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા છે. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

16 વર્ષ પહેલાં દક્ષિણ ભારતમાંથી શરૂઆત કરી હતી

પોપ્યુલર ફ્રન્ટ ઈન્ડિયા (PFI)ની રચના 2006માં મનિથા નીતિ પાસરાઈ (MNP) અને રાષ્ટ્રીય વિકાસ ફંડ (NDF) નામની સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ સંગઠન માત્ર દક્ષિણ ભારતના રાજ્યોમાં જ સક્રિય હતું, પરંતુ હવે તે યુપી-બિહાર સહિત 23 રાજ્યોમાં વિસ્તર્યું છે.
પોપ્યુલર ફ્રન્ટ ઈન્ડિયા (PFI)ની રચના 2006માં મનિથા નીતિ પાસરાઈ (MNP) અને રાષ્ટ્રીય વિકાસ ફંડ (NDF) નામની સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ સંગઠન માત્ર દક્ષિણ ભારતના રાજ્યોમાં જ સક્રિય હતું, પરંતુ હવે તે યુપી-બિહાર સહિત 23 રાજ્યોમાં વિસ્તર્યું છે.

PFI પાસે સંગઠિત નેટવર્ક છે, જે રાજસ્થાન સહિત દેશનાં 20થી વધુ રાજ્યોમાં હાજરી ધરાવે છે. PFI પાસે રાષ્ટ્રીય સમિતિ પણ છે અને રાજ્યોની અલગ સમિતિઓ છે. તેના ગ્રાઉન્ડ લેવલે તેના કાર્યકરો છે. PFI અનુસાર, સમિતિના સભ્યો દર ત્રણ વર્ષે યોજાતી ચૂંટણી દ્વારા ચૂંટાય છે.

કેરળ સિવાય દક્ષિણ ભારતીય રાજ્યો, તમિલનાડુ અને કર્ણાટકમાં મુસ્લિમો માટે કામ કરતા સંગઠનો સક્રિય હતા. કર્ણાટકમાં ફોરમ ફોર ડિગ્નિટી એટલે કે KFD અને તમિલનાડુમાં મનિથા નીતિ પસારાઈ(MNP) જેવા સંગઠન મુસ્લિમો માટે કામ કરતા હતા.

આ સંગઠનો હિંસક ગતિવિધિઓમાં પણ સામેલ થઈ રહ્યા હતા. નવેમ્બર 2006માં દિલ્હીમાં એક બેઠક બાદ, NDF અને આ સંસ્થાઓ PFI બનવા માટે મર્જ થઈ ગઈ. આ રીતે PFI વર્ષ 2007માં અસ્તિત્વમાં આવ્યું.

જે શહેરોમાં હિંસા અને હત્યામાં PFIનું નામ આવ્યું છે, ત્યાં સંગઠનની ઓફિસ નથી. તપાસ એજન્સીઓ ત્યાં તેમના નેટવર્કની તપાસ કરી રહી છે.

2009માં PFIએ પોતાના રાજકીય દળ SDPI(સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા) અને છાત્ર સંગઠન CFI (કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા)ની સ્થાપના કરી. PFIનો પ્રભાવ વધતા ઘણા રાજ્યોમાં અન્ય સંગઠનો પણ તેમાં જોડાતા ગયા.

ગોવામાં સિટિઝન ફોરમ, પ.બંગાળમાં નાગરિક અધિકાર સુરક્ષા સમિતી, આંધ્રપ્રદેશમાં એસોસિએશન ઓફ સોશિયલ જસ્ટિસ અને રાજસ્થાનમાં કોમ્યુનિટી સોશિયલ ફંડ એજ્યુકેશન સોસાયટી- આ તમામ સંગઠનો PFIનો ભાગ બની ગયા. દેશભરમાં આધાર બનાવ્યા બાદ પીએફઆઈએ તેનું હેડક્વાર્ટર પણ કોઝિકોડથી દિલ્હી શિફ્ટ કર્યું છે.

કાનપુર અને દિલ્હી રમખાણોમાં નામ આવ્યું
કર્ણાટકમાં ભાજપ યુવા મોર્ચા કાર્યકર્તા પ્રવીણ નેટ્ટારૂની હત્યા, UPના કાનપુરમાં હિંસા, મધ્યપ્રદેશના ખરગોનમાં કોમી રમખાણો, રાજસ્થાનના કરોલીમાં હિંસા, ઉદયપુરમાં દરજી કનૈયાલાલની હત્યા અને કર્ણાટકના શિવમોગામાં બજરંગ દળ કાર્યકર્તાની હત્યા. આ દરેક મામલે PFIનું નામ સંડોવાયેલું છે.

કેરળ હાઈકોર્ટે તેની ટિપ્પણીમાં પીએફઆઈને ‘ઉગ્રવાદી સંગઠન’ ગણાવ્યું હતું. હિન્દુવાદી સંગઠનો પહેલાથી જ પીએફઆઈ પર પ્રતિબંધની માંગ કરી રહ્યાં છે. એવા અહેવાલો પણ આવ્યા છે કે સંગઠન પ્રતિબંધની વિચારણા કરી રહ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed