PM Modi:રથયાત્રા જેટલો લાંબો થશે મોદીનો રોડ-શો:અમદાવાદમાં આજે નરોડાથી ચાંદખેડા સુધીના 32 કિ.મી. રોડ શોમાં 14 વિધાનસભા બેઠક આવરી લેશે

Views: 198
1 0
Spread the love

Read Time:2 Minute, 46 Second

PM Modi:અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે. આજે 1 ડિસેમ્બરે બપોરે 3.30 વાગે રોડ શો યોજાશે. પીએમ મોદીનો 32 કિલોમીટર લાંબો રોડ શો રહેશે, એ અમદાવાદની રથયાત્રા જેટલો લાંબો રૂટ કવર કરશે. રથયાત્રાનો કુલ 34 કિમીનો રૂટ છે. અત્યારસુધીનો ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો સૌથી લાંબો રોડ શો રહેશે. આ પહેલાં સુરતમાં 30 કિમીનો રોડ શો યોજાયો હતો. નરોડાથી શરૂ કરી ચાંદખેડા સુધી રોડ શો યોજાશે.

નરેન્દ્ર મોદીનું 35 જગ્યાએ સ્વાગત કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રોડ શો યોજવાના છે, જેમાં અમદાવાદ શહેરની 13 વિધાનસભા અને ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા એમ કુલ 14 વિધાનસભામાં રોડ શો કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કુલ 35 જગ્યાએ સ્વાગત કરવામાં આવશે, જેમાં અલગ અલગ વિધાનસભાના ભાજપના ઉમેદવારો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ સ્વાગત કરશે

નરેન્દ્ર મોદીના રોડ શોનો રૂટ
નરોડા ગામ બેઠક – નરોડા પાટિયા સર્કલ – કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી – સુહાના રેસ્ટોરન્ટ – શ્યામ શિખર ચાર રસ્તા – બાપુનગર ચાર રસ્તા – ખોડિયારનગર – BRTS રૂટ વિરાટનગર – સોનીની ચાલી – રાજેન્દ્ર ચાર રસ્તા – રબારી કોલોની – CTMથી જમણી બાજુ – હાટકેશ્વર ચાર રસ્તા – ખોખરા સર્કલ – અનુપમ બ્રિજ – પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા – ફૂટબોલ ગ્રાઉન્ડ – ભૂલાભાઈ ચાર રસ્તા – ડાબી બાજુ – શાહ આલમ ટોલનાકા – દાણીલીમડા ચાર રસ્તા – મંગલ વિકાસ ચાર રસ્તા – ખોડિયારનગર બહેરામપુરા – ચંદ્રનગર – ધરણીધર ચાર રસ્તા – જીવરાજપાર્ક ચાર રસ્તા – શ્યામલ ચાર રસ્તા – શિવરંજની ચાર રસ્તા – હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા – પલ્લવ ચાર રસ્તા – પ્રભાત ચોક – પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા – વ્યાસવાડી – ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ – સાબરમતી પોલીસ સ્ટેશન – વિસત ચાર રસ્તા – જનતાનગર ચાર રસ્તા – IOC ચાર રસ્તા ચાંદખેડા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed