Rahul gandhi:માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને વચગાળાના જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટે કર્યો ઇન્કાર, ટ્રાયલ કોર્ટના રેકોર્ડ મગાવ્યા.

Views: 495
0 0
Spread the love

Read Time:3 Minute, 6 Second

Rahul gandhi:રાહુલ ગાંધીની સજા મોકૂફી મુદ્દે તમામ પક્ષોને સાંભળવા માટે હાઇકોર્ટ આજે અને મહત્તમ આવતીકાલે તક આપશે. હાઇકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકે સ્પષ્ટ કર્યું કે સુનાવણી પૂર્ણ થયા બાદ ચુકાદો અનામત રખાશે.

રાહુલ ગાંધી માનહાનિ કેસ મામલે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના રેકોર્ડ મગાવ્યા છે. રાહુલ ગાંધીની સજા મોકૂફી પર ઉનાળુ વેકેશન પહેલા નિર્ણય આવે તેવા હાલ કોઈ સંકેત નથી. રાહુલ ગાંધીની સજા મોકૂફી મુદ્દે તમામ પક્ષોને સાંભળવા માટે હાઇકોર્ટ આજે અને મહત્તમ આવતીકાલે તક આપશે. હાઇકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકે સ્પષ્ટ કર્યું કે સુનાવણી પૂર્ણ થયા બાદ ચુકાદો અનામત રખાશે. રાહુલ ગાંધીને વચગાળાના જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટે ઇન્કાર કરી દીધો છે.

રાહુલ ગાંધીના વકીલે આ દલીલ કરી

રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે ડિફેમેશનનો ગુનો સિરિયસ કેસ છે કે જામીન પાત્ર ગુનો એ ચર્ચાનો વિષય છે. રાહુલ ગાંધી સામે ગંભીર ગુનો નથી, જામીનપાત્ર ગુનો છે. રાહુલ ગાંધી સામે કોઈ એન્ટિ સોશિયલ એક્ટિવિટીનો પણ આરોપ નથી.

રાહુલ ગાંધીના વકીલે દલીલ કરી કે લોકસભાની મુદત હવે પૂર્ણ થવા પર છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જો સજા પર સ્ટે નહી આવે તો અનેક નુકસાન થશે. રાહુલ ગાંધી અનેક કમિટીનાં સભ્ય છે. જો સ્ટે નહી આપવામાં આવે તો અનેક બાબતોમાં રાહુલ ગાંધી ભાગ નહિ લઈ શકે. પ્રજાનાં અવાજને યોગ્ય ન્યાય નહીં આપી શકે.

ગુજરાત હાઇકોર્ટે રેકોર્ડ મગાવ્યા

ગુજરાત હાઈકોર્ટએ રાહુલ ગાંધીની અરજી એડમીટ કરી છે. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના રેકોર્ડ મંગાવ્યા છે. રાહુલ ગાંધીનાં વકીલે પણ રેકોર્ડ કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે.

પૂર્ણેશ મોદીના વકીલ નાણાવટીએ દલીલ કરી છે કે કોર્ટે ગુનાની ગંભીરતા, પીડિત અને મોટાભાગે સમાજ પર તેની શું અસર પડે છે તે ધ્યાનમાં લેવું પડશે. જેને દોષિત ઠેરવવામાં આવે છે અને તેને 2 વર્ષ કે તેથી વધુની સજા ભોગવવાનો આદેશ આપવામાં આવે છે તેને ગેરલાયક ઠરાવવામાં આવે છે અને તે કાયદો ગુનાની ગંભીરતા દર્શાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed