Surat : BRTS બસમાં કંડક્ટર ની હેવાનિયત: 17 વર્ષની કિશોરીની કરી છેડતી, જો માતા ન હોત તો તે પીંખાઈ ગયી હોત

Views: 140
0 0
Spread the love

Read Time:3 Minute, 56 Second
Surat:BRTS બસમાં હવે મહિલાઓ સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે કેમ કે સિટી બસના 3 કંડક્ટરોએ બસમાં 17 વર્ષની કિશોરીની છેડતી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. કંડક્ટરએ કિશોરીને આંખ મારી સરસ સ્માઈલ છે સ્ટેશન જઈને મજા કરીએ એવી કોમેન્ટ પણ કરી હતી. બસમાં ફરજ બજાવતા કંડક્ટરે પણ કિશોરીની મદદ કરવાની કોઈ તસ્દી લીધી ન હતી. મૂંઝવાયેલી કિશોરીએ માતાને કોલ કરતા તેઓ અમિષા ચાર રસ્તા પાસે આડા ઉભા રહીને બસ રોકવાનો પ્રયાસ કર્યો હતો. તે પછી દિલ્હીગેટ પાસે બસ અટકાવવામાં આવી હતી. માતાએ તાત્કાલિક ધોરણે કંટ્રોલરૂમમાં 100 નંબર પર જાણ કરતા મહિધરપુરા પોલીસ ત્યાં આવી પહોંચી હતી. ત્યારબાદ બસમાં બેઠેલા ત્રણેય બદમાશોને દબોચી લીધા હતા અને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યું હતું.

સુરતનમાં 20મી તારીકે મહિધરપુરામાં રહેતી 17 વર્ષની કિશોરી તેની બહેનપણી સાથે સાંજે ડુમસ રોડ ગોવર્ધન નાથજીની હવેલી પાસેથી સિટી બસમાં બેસીને ઘરે આવતા હતા. આ બસમાં ભીડ વધારે હોવાથી બેસવાની જગ્યા ન મળતાં બન્ને પાછળના ભાગે ઊભી રહી ગઈ હતી.આ સમયે એક યુવકે કિશોરીને સ્પર્શ કર્યો હતો. કિશોરીએ પહેલા એવું વિચાર્યું હતું કે બસમાં વધારે ભીડ હોવાના કારણે ભૂલથી લાગી ગયો હશે.

બસ ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા સ્ટીલના પોલમાં કિશોરીનું મોઢું અથડાયું હતું. આ પછી કિશોરીની બહેનપણી બસમાં પાછળના ભાગે ઊભી રહ્યી ગઈ હતી. તે સમયે બસમાં જે યુવકે કિશોરીને સ્પર્શ કર્યો તેણે એવી કોમેન્ટ કરી કે બસ ધીમે ચલાવો મારૂં મોઢુ અથડાય છે , તેના પછી તે યુવકના બે મિત્રો પણ બસમાં કોમેન્ટ કરવા લાગ્યા હતા. તેમજ કિશોરીને આંખ મારી અને ઈશારા કરતા સ્માઇલ સરસ છે, સ્ટેશન જઈને મજા કરીએ આવી કોમેન્ટ પણ કરી હતી.આ સમય દરમિયાન કિશોરીની માતા સાથે ફોન કોલ ચાલું હોવાથી ગભરાયેલી હાલતમાં માતાને અમિષા ચાર રસ્તા પાસે આવી જવા કહ્યું હતું.

બસ ઊભી રખાવવા કિશોરીની માતા બસની આગળ ઊભી રહી બસ રોકવાનો પ્રયાસ કર્યો છતાં બસ ઊભી રાખવામાં આવી ન હતી. છેવટે માતાએ કંટાળીને સ્ટેશન પાસેના સર્કલ પર બસ ઊભી રખાવી પોલીસ બોલાવી દીધી હતી કિશોરીએ કંડકટરને ફરિયાદ કરી તો તેણે કહ્યું કે તારે શું કરવું છે.

પોલીસે પોક્સો એક્ટની કલમ ન લગાવી
કિશોરીની માતાએ મહિધરપુરા પોલીસમાં ફરિયાદ કરી છે. જેને આધારે પોલીસે સિટી બસના 3 કંડક્ટરો જયદીપ કીમજી પરમાર (રહે, સમર્પણ વિજયનગર,વેડરોડ), શાહરૂખ ફારૂક શેખ (રહે,ગ્રીનવ્યુ એપાર્ટ, જુના ડેપો, ઉમરવાડા), અને સમીર નાસીર રમઝાનશા(રહે,મોહમંદી મસ્જિદની ચાલ, ઉધનાયાર્ડ)ની સામે છેડતીનો ગુનો નોંધીને તેમની અટકાયત કરી છે. નોંધનીય એ છે કે ફરિયાદમાં છેડતી કરનારે તરૂણીને સ્પર્શ કર્યા હોવાનો ઉલ્લેખ હોવા છતાં પોલીસે પોક્સો એક્ટની કલમ કેમ ન લગાવી. આ સમગ્ર ઘટના બની ત્યારે ત્રણેય કંડક્ટરો ફરજ પર ન હતા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed