
વડાપ્રધાન મોદી તેમની માતા હીરાબાના 100મા જન્મદિવસ નિમિત્તે ગાંધીનગરના રાયસણ સ્થિત ઘરે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. સવારે 6.30 વાગ્યે PM મોદી માતા હીરાબાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે અડધો કલાકથી વધારે સમય પોતાની માતા સાથે ગાળ્યો હતો. PM મોદી પોતાની માતા માટે ખાસ ભેટ લઈને પહોંચ્યા હતા. તેમણે માતા હીરાબાને લાડુ ખવડાવી જન્મદિવસની શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત પોતાની માતાનાં ચરણ ધોઈને આશીર્વાદ લીધા હતા. મોદી પોતાની માતા માટે ખાસ ભેટ તરીકે શાલ લઈને પહોંચ્યા હતા, જે તેમને અર્પણ કરી હતી. માતા હીરાબાનાં ચરણ ધોઈ પીએમ મોદીએ એ પાણીને પોતાના માથે ચડાવ્યું હતું. માતાને ગુલાબનો હાર પણ પહેરાવ્યો હતો. હાલ વડાપ્રધાન પાવાગઢ પહોંચી ગયાં છે.
વડાપ્રધાનના આગમનને લઈને ગાંધીનગરમાં રાયસણ ખાતે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત રાયસણ ગામ તરફ નિવાસસ્થાનના રૂટ પર પણ પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વડાપ્રધાને માતાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
ભંડારામાં દાળ-ભાત, માલપુઆ, પૂરી પીરસાશે
આ માટે જગન્નાથ મંદિરમાં આજે સવારથી ભંડારાની તૈયારીઓ કરવામાં આવશે. મંદિરમાં મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતો અને હીરાબાનાં પરિવારજનો માટે ભંડારો યોજવામાં આવશે, જેમાં દાળ, ભાત, પૂરી, માલપુઆવા પીરસવામાં આવશે.

મોદી માતાનાં આશીર્વાદ લઈને રાજભવન રવાના થયા હતા.
હીરાબાનાં પરિવારજનો તથા ખાસ આમંત્રિતો ઉપસ્થિત રહેશે
મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે PM મોદીનાં માતા હીરાબા શતાયુ વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. પરિવારને ભગવાન જગન્નાથ પ્રત્યે આસ્થા તેમજ શ્રદ્ધા જોડાયેલી છે, જેથી તેમના ઉપલક્ષમાં પૂજા, અર્ચન, દર્શન અને પ્રસાદનું આયોજન છે, જેમાં તેમનાં પરિવારજનો અને તેમના આમંત્રિતો પધારશે.

મોદીના આગમનને લઈને ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
હીરાબા ભગવાન જગન્નાથનાં દર્શને આવી શકે છે
આવતીકાલે હીરાબા અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરે દર્શન કરવા આવશે કે કેમ એ હજી સુધી નક્કી નથી, પરંતુ તેમના તરફથી ભંડારો રાખવામાં આવ્યો છે, જેમાં તેમનાં પરિવારજનો પણ હાજર રહેવાના હોવાથી ચોક્કસ આવતીકાલે હીરાબા સવારે ભગવાન જગન્નાથ મંદિરે દર્શન કરવા માટે આવી શકે છે.
#naritunarayani #news #gujratinews
- A.M.C
- Ahemdabad News
- Amit shah
- BJP
- Contact Us
- corona virus
- cricket
- E Paper
- Election
- gujarat police
- Gujrat news
- india
- International News
- IPL
- Media Member
- News
- PM Narendra modi
- sport
- Uncategorized

Average Rating
More Stories
Ahmedabad:72 વર્ષ બાદ ભગવાન નવા રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે, આજે નવા રથની પૂજન વિધિ થશે.
DGP:વિકાસ સહાય રાજ્યના નવા DGP નો ચાર્જ સંભાળશે .
Gujarat:બે કલાકમાં પાસપોર્ટ,અમેરિકામાં કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પિતાને માત્ર બે કલાકમાં પાસપોર્ટ બનાવી આપ્યો