
ગુજરાત રાજ્યમાં આજે નગરપાલિકા દ્રારા પડતર માંગણીઓને લઈ સ્ટ્રીટ લાઈટ બંધ રાખવાનો કરાયો છે. બોટાદ નગરપાલિકા દ્રારા પણ સમર્થનમાં આપી સ્ટ્રીટ લાઈટ બંધ કરાતા વાહન ચાલકો પરેશાન અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા રાહદારીઓને મુશ્કેલી
ગુજરાત રાજ્ય સરકારમાં નગરપાલિકાના કર્મચારી તેમજ અધિકારીઓના વિવિધ વહીવટી સુધારા અંગેના પડતર પ્રશ્નોની રજૂઆત વારંવાર કરવામાં આવવા છતાં આજ દિન સુધી સરકાર દ્રારા કોઈપણ પ્રકારની માંગણીની નોંધ ન લેતા નગરપાલિકાના કર્મચારી હવે આકરા મૂડમાં હોય તેમ આવશ્યક સેવા બંધ રાખી હતી. વિરોધ નોંધાવવાના ભાગ રૂપે રાજ્યની તમામ નગરપાલિકા સાથે બોટાદ નગરપાલિકા પણ સ્ટ્રીટ લાઈટ બંધ રાખી અંધાર પટ કાર્યક્રમ અંતર્ગત તમામ સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા વાહન ચાલકો તેમજ રોડ પર ચાલીને જતા રાહદારી ખુબજ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી
નગરપાલિકા કર્મચારીના રાજ્ય વ્યાપી સંગઠન દ્રારા હાલ અંધારપટના કાર્યક્રમ બાદ પણ જો સરકાર પડતર માંગણી ઓને લઈ કોઈ નિર્ણય નહિ કરે તો આગામી દિવસોમાં 15 ઓક્ટોબરથી લાઈટ, પાણી, સફાઈની આવશ્યક સેવા ઓ પણ બંધ કરી અચોક્કસ મુદતની હડતાળ પર નગરપાલિકાના કર્મચારી તેમજ અધિકારીઓ ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
સંયુક્ત સંગઠન દ્વારા અપીલ કરવામાં આવી હતી
નગરપાલિકાઓના કર્મચારીઓ, અધિકારીઓની સાથે જ રાજ્ય સરકાર દ્વારા અન્યાય કરાતો હોવાનો સંયુક્ત સંગઠન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. પડતર પ્રશ્નો અંગે રજૂઆતો અને મીટીંગો કરવા છતાં સરકાર દ્વારા કોઈ ચોક્કસ કાર્યવાહી કરીને પડતર પ્રશ્નોના ઉકેલ લાવવામાં આવતો ન હોવાનો બળાપો કાઢ્યો હતો. પોતાના પડતર પ્રશ્નો પર સરકારનું ધ્યાન પરડે તે માટે એક દિવસ માટે નગરપાલિકા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ બંધ રાખી “ગુજરાતમાં અંધારપટ” કાર્યક્રમ સફળતા પૂર્વક યોજવા અપીલ કરવામાં આવી હતી.
સફાઈ કામદાર સંગઠનો દ્વારા પણ સમર્થન જાહેર
કર્મચારીઓના હકક અને અધિકાર માટેની લડત હોય કોઈપણ વાદ વિવાદ કર્યા સિવાય મજબૂત રીતે પોતાની તાકાત સરકારને બતાવવા અને પડતર પ્રશ્નોના ઉકેલ ઝડપથી આવે તે માટે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ, ચીફ ઓફિસર એસોસિયેશન તેમજ કેટલાક સફાઈ કામદાર સંગઠનો દ્વારા પણ સમર્થન જાહેર કર્યું છે. આ કાર્યક્રમ સફળ થયા બાદ આગામી કાર્યક્રમ માટે પણ આગળની રણનીતિ નક્કી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.